Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૨-૩-૨૦૨૩ થી તા. ૧૮-૩-૨૦૨૩

રવિવાર, ફાલ્ગુન વદ-૫, વિક્રમ સંવત ૨૦૭૯, તા. ૧૨મી માર્ચ, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૭-૫૯ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૮ સુધી પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. રંગપંચમી, શ્રી પંચમી, શ્રી જયંતી, બીજોય ગોવિંદ હલદંકર (મણીપુર), શુક્ર મેષમાં સવારે ક. ૦૮-૨૮, વિંછુડો પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૮ (તા. ૧૩) મંગળ મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૨ (તા. ૧૩). સામાન્ય દિવસ.
સોમવાર, ફાલ્ગુન વદ-૬, તા. ૧૩મી, નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૮-૨૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. શ્રી એકનાથ ષષ્ઠી, વિંછુડો, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૨૭. લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
મંગળવાર, ફાલ્ગુન વદ-૭, તા. ૧૪મી, નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૮-૧૨ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. પારસી ૮મો આવા માસારંભ, વિંછુડો, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૦૦, સૂર્ય મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૩ (તા. ૧૫).સર્વદેવ પ્રતિષ્ઠા. સવારે ક. ૦૯-૦૦ સુધી શુભ
બુધવાર, ફાલ્ગુન વદ-૮, તા. ૧૫મી, નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી મૂળ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૩ સુધી (તા. ૧૬મી), પછી પૂર્વાષાઢા. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, મીન માસારંભ, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે ક. ૧૨-૪૮. વિંછુડો સમાપ્તિ સવારે ક. ૦૭-૩૩. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, ફાલ્ગુન વદ-૯, તા. ૧૬મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૬ સુધી (તા. ૧૭મી) પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. બુધ મીનમાં સવારે ક. ૧૦-૪૮, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૫ (તા. ૧૭મી). શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, ફાલ્ગુન વદ-૧૦, તા. ૧૭મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૫ સુધી (તા. ૧૮મી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૦-૧૮ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૬. લગ્ન શુભ દિવસ.
શનિવાર, ફાલ્ગુન વદ-૧૧, તા. ૧૮મી, નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રે ક. ૨૪-૨૮ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. પાપમોચિની એકાદશી (ચારોળી), શ્રવણોપવાસ. સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં બપોરે ક. ૧૪-૫૩. લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -