તા. ૫-૨-૨૦૨૩ થી તા. ૧૧-૨-૨૦૨૩
રવિવાર, માઘ સુદ-૧૫, તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા, કુલધર્મ, અન્વાધાન, માઘસ્નાન સમાપ્તિ, ગુરુ રવિદાસ જયંતી, થૈ પુષ્યમ (દક્ષિણ ભારત) ફ્લોટીંગ ફેસ્ટિવલ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૪૪. કુળદેવી દેવતા યાત્રા, સત્યનારાયણ દેવતાનું પૂજન, (સવારે ક. ૧૦-૪૪ પછી શુભ.)
સોમવાર, માઘ વદ-૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૦૨ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૫-૦૨ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુર યાત્રા, સૂર્ય ઘનિષ્ઠામાં રાત્રે ક. ૧૯-૪૦. લગ્ન, ખાતમુહૂર્ત. શુભ દિવસ.
મંગળવાર, માઘ વદ-૨, તા. ૭મી, નક્ષત્ર મઘા સાંજે ક. ૧૭-૪૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બુધ મકરમાં સવારે ક. ૦૭-૨૮.લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
બુધવાર, માઘ વદ-૩, તા. ૮મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૦-૧૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૮ સુધી (તા. ૯) પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. મોઢેશ્ર્વરી માતા પ્રાગ્ટય (મોઢેરા), ભદ્રા સાંજે ક. ૧૭-૨૬થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૩. લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ.
ગુરુવાર, માઘ વદ-૪, તા. ૯મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૨-૨૬ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૩૫. ચતુર્થી વૃદ્ધિ તિથિ છે. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ). શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, માઘ વદ-૪, તા. ૧૦મી, નક્ષત્ર હસ્ત મધ્યરાત્રે ક. ૨૪-૧૭ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિરમાં સહસ્ર ભોજન મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ). લગ્ન, ઉપનયન, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. સામાન્ય દિવસ.
શનિવાર, માઘ વદ-૫, તા. ૧૧મી, નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૧૨મી), પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૩-૦૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. – લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ.