તા. ૮-૧-૨૦૨૩ થી તા. ૧૪-૧-૨૦૨૩
રવિવાર, પૌષ વદ-૨, વિ. સં. ૨૦૭૯, તા. ૮મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૪ (તા. ૯મી), પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દ્વિતિયા વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, પૌષ વદ-૨, તા. ૯મી, નક્ષત્ર આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૫૪. ઉપનયન, ખાત મુહૂર્ત. શુભ દિવસ.
મંગળવાર, પૌષ વદ-૩, તા. ૧૦મી, નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૯-૦૦ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૯-૦૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, અંગારકી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૧૦, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી પુણ્ય તિથિ (ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છ) ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૯. વાસ્તુકળશ. શુભ દિવસ.
બુધવાર, પૌષ વદ-૪, તા. ૧૧મી, નક્ષત્ર મઘા સવારે ક. ૧૧-૪૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. સૂર્ય ઉત્તરાષાઢામાં બપોરે ક. ૧૪-૧૩. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, પૌષ વદ-૫, તા. ૧૨મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૪-૨૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૦-૫૯ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. સ્વામી વિવેકાનંદ જયંતી, બુધનો પૂર્વમાં ઉદય થાય છે. મંગળ માર્ગી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૭. ઉપનયન, ખાત મુહૂર્ત, વાસ્તુકળશ, શુભ દિવસ.
શુક્રવાર, પૌષ વદ-૬, તા. ૧૩મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૬-૩૪ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. લોહરી કાશ્મીર, પારસી ૬ઠ્ઠો શહેરેવર માસારંભ, ભદ્રા સાંજે ક. ૧૮-૧૭ થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૫૪ (તા. ૧૪). ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.
શનિવાર, પૌષ વદ-૭, તા. ૧૪મી, નક્ષત્ર હસ્ત સાંજે ક. ૧૮-૧૩ સુધી પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી, સૂર્ય મકરમાં રાત્રે ક. ૨૦-૪૩, મકરાદિ સ્નાન, ધનુમાસ સમાપ્તિ, મકર સંક્રાંતિ, ભોગી (દક્ષિણ ભારત), માઘબિહુ આસામ. શુભ કાર્ય વર્જ્ય છે.