આપણે ત્યાં કોઈ પણ ખુશહાલીની ઊજવણી કરવી હોય એ ઊજવણી ફટાકડાં વગર તો અધૂરી જ કહેવાય, હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ મતલબનો એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં એક દાદી ફટાકડાં સાથે જે મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે એ જોઈને નેટિઝન્સને તો જલસો પડી ગયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે આ વાઈરલ વીડિયોને જોઈને.
દિવાળી, નવું વર્ષ, લગ્ન સિવાય પણ લોકો પોતાની ખુશીને બમણી કરવા માટે ફટાકડા ફોડતા જોવા મળે છે. મોટેભાગે, ફક્ત બાળકો જ આ ફટાકડાઓ ફોડે ત્યારે તેઓ મસ્તી કરે છે અને હંમેશા વડીલો તેમને આવું નહીં કરવાની સલાહ આપતા જોવા મળે છે. પરંતુ હાલમા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક દાદી ફટકાડાં સાથે એક દાદી મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો કેરળનો છે એવી માહિતી મળી રહી છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ફટાકડા હાથમાં લઈને ચાલી રહી છે અને આ ફટાકડા સળગી રહ્યા છે અને ફૂટી રહ્યા છે. ફટાકડાને સામાન્ય રીતે કોઈ પણ અપ્રિય ઘટનાથી બચાવવા માટે એક જ જગ્યાએ રાખીને ફોડવામાં આવે છે, પરંતુ વીડિયોમાં દેખાતા વૃદ્ધ દાદી જોખમી રીતે ફટાકડા ફોડતા જોઈ શકાય છે અને આનંદથી તેમના હાથમાં ફટાકડા લઈ ચાલી રહ્યા છે. સાડી પહેરીને આ વૃદ્ધ મહિલા રસ્તાના કિનારે ફટાકડા ફોડીને સ્ટંટ કરતા જોવા મળે છે, આ જોઈને કોઈને પણ નવાઈ લાગી રહી છે.
ફટાકડાં સાથે મસ્તી કરી રહેલાં આ દાદીનો વાયરલ વીડિયો કથિત રીતે કેરળમાં લેવામાં આવ્યો હતો અને તે થોડો જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ રોમાંચક વીડિયો 13મી માર્ચે ઈન્સ્ટાગ્રામ પેજ @evershining_media પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઈક્સ મળી ચૂકી છે અને લોકોએ તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ કરી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “સુપર અમ્મા!” અન્ય યુઝરે મજાકમાં લખ્યું, “દાદી રોક, નેબર્સ શોક.” જ્યારે ત્રીજા એક યુઝરે કટાક્ષ કરતાં કમેન્ટ કરી હતી કે “તે રજનીકાંતના દાદી છે.”
View this post on Instagram