તમને મોબાઈલ પર ઓટીપી આવે અને તમે કોઈ અજાણવ્યા માણસ સાથે શેર કરો ને તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય તે તો સમજ્યા, પણ તમને ઓટીપી આવે જ નહીં ને છતાં તમારા પૈસા ગાયબ થઈ જાય તો જાણી લો કે તેમને સાઈબર ક્રિમિનલ્સની નવી ટેકનિકના શિકાર બન્યા છો. આ આખી વાત જાણ્યા પહેલા તમે ચેક કરી લો કે તમારા નેટ બેંકિગ અકાઉન્ટમાં કોઈ અજાણી કે વિશ્વાસ ન કરી શકાય તેવી વ્યક્તિ બેનિફિશિયરી-લાભકર્તા તરીકે એડ થઈ ગઈ છે? તો સૌથી પહેલા તો તમારું અકાઉન્ટ ડિલિટ કરી દો અને પોલીસ પાસે દોડ્યા જાઓ. ફરિયાદ કરો.
સાઈબર પોલીસ પાસે આવા કેસ આવી રહ્યા છે જેમાં ફરિયાદીએ આ નવી ટેકનિકથી લાખો ગુમાવ્યા હોય. આવી ઘટનાઓએ નેટ બેંકિગની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે કારણ કે વ્યાવસાયિક કામો માટે નેટ બેંકિગ બહુ વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે.
વડોદરા સાયબર પોલીસને આવી ત્રણ ફરિયાદ મળી છે જેમાં ફરિયાદીના નેટ બેંકિગ અકાઉન્ટમાં બેનિફીશયરી તરીકે કોઈ નામ જોડાયું, પરંતુ તેણે ધ્યાન આપ્યું નહીં અને બેંકની ભૂલ હશે તેમ વિચારી જતું કર્યું. આમ થવાના થોડા જ સમયમાં તેના અકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ થયા અને બેનીફિશયરીના અકાઉન્ટમાં ગયા. તેને આ અંગે કોઈ ઓટીપી પણ પૂછવામાં આવ્યો ન હતો. તે બાદ તેણે પોલીસ ફરિયાદ કરી હતી.
બેંક અકાઉન્ટ હોલ્ડરની મંજૂરી વિના બેનીફિશયરી એડ થઈ ગયા હોવાની ત્રણ ફરિયાદ સાયબર ક્રાઈમને મળી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પોલીસે બેંકને પણ જાણ કરી હતી કે તેમની સિસ્ટમમાં ખામીને લીધે અકાઉન્ટહોલ્ડરની જાણ બહાર બેનીફિશયરી એડ થઈ રહ્યા છે. આથી આ ખામીને દૂર કરે.
આ સાથે અકાઉન્ટ હોલ્ડરે પણ નિયમિતપણે પોતાના ખાતા ચેક કરવાની જરૂર છે અને જે ખાતાથી વધારે વ્યવહાર ન થતો હોય તેને ડિલિટ કરવાની સલાહ પણ સાઈબર ક્રાઈમે આપી હતી.