જો IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર વરસાદને કારણે રદ્દ થશે, તો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.
IPL 2023 તેના અંતિમ અને સૌથી રસપ્રદ તબક્કામાં પહોંચી ગયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. ગુજરાતની ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યા છે જ્યારે ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કેપ્ટન કૂલ એમએસ ધોની કરી રહ્યા છે.
પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જો લીગ રાઉન્ડમાં મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં પ્રશ્ન થવો સ્વભાવિક છે કે જો વરસાદના કારણે ક્વોલિફાયર રદ થાય છે, તો પછી કઈ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.
લીગ રાઉન્ડમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 18 પોઈન્ટ સાથે નંબર 1 પર હતી. આ સાથે જ ચેન્નાઈની ટીમ 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જે પણ ટીમ પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડ જીતશે તે સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. મેચ હારનારનો મુકાબલો ક્વોલિફાયર 2 ના વિજેતા સાથે થશે.
જો પ્રથમ ક્વોલિફાયર મેચ વરસાદના કારણે ધોવાઇ જશે તો ગુજરાત ટાઇટન્સ ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. IPLના નિયમો અનુસાર, જો ક્વોલિફાયર રાઉન્ડ રદ કરવામાં આવે તો લીગ ટેબલમાં વધુ પોઈન્ટ ધરાવતી ટીમને ફાયદો થશે. એટલા માટે જો મેચમાં વરસાદ પડે તો તે પંડ્યાની ટીમ માટે ફાયદાકારક રહેશે.
જો કે, ચેપોક સ્ટેડિયમમાં 23 મેના રોજ આજે પ્રથમ ક્વોલિફાયર રમાવા જઈ રહી છે. હવામાન નિષ્ણાતોના મતે વરસાદની શક્યતા ઘણી ઓછી છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે. CSK અને GT બંને સંપૂર્ણપણે તૈયાર છે અને ઉત્સાહમાં છે. ચાહકો પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.