વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાનાર છે. જોકે આ વર્લ્ડ કપની વિશેષતા એ છે કે તમામ ટીમના કેપ્ટન નવા હશે. 2019ના વર્લ્ડ કપનો એક પણ કેપ્ટન આ વખતે તમને કેપ્ટનશિપ કરતો નહીં દેખાય. 2019ના વર્લ્ડ કપમાં કેપ્ટનની ફરજ બજાવનાર આ વખતે માત્ર એક ખેલાડી તરીકે મેદાનમાં દેખાશે. જેમાં વિરાટ કોહલીનું નામ પણ છે. 2019ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ભારતનો કેપ્ટન હતો જોકે આ વર્ષે વિરાટ માત્ર ખેલાડી તરીકે રમશે અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ 2023માં નેતૃત્વ કરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર 2019ના વર્લ્ડ કપમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 2019ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન ઇયોન મોર્ગને નિવૃત્તિ લીધી છે. તેવી જ રીતે ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલ્યમસન હતો. જોકે હાલમાં ચાલી રહેલ આઇપીએલમાં વિલ્યમસનને ઇજા થઇ છે અને આ ઇજા ગંભીર હોવાથી તે વર્લ્ડ કપ નહીં રમી શકે. ત્યારે આ વર્ષે તમામ દસ ટીમમાં કેપ્ટન તરીકે નવા ખેલાડી જોવા મળશે.
For the first time in the history of the men’s ODI World Cup, not a single team will have the same captain as the previous edition 🤯 #CWC23 pic.twitter.com/zqvNzdPLcC
— ESPNcricinfo (@ESPNcricinfo) April 9, 2023
“>
વાત 2019ની કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન હતા, ભારતના વિરાટ કોહલી, પાકિસ્તાન- સરફરાઝ અહમદ, સાઉથ આફ્રિકા – ફાફ ડુ પ્લેસિસ, શ્રીલંકા- દિમુથ કરુણારત્ને, અફઘાનિસ્તાન – ગુલબદીન નાયબ, ઓસ્ટ્રેલિયા – એરન ફિંચ, વેસ્ટ ઇન્ડિઝ – જેસન હોલ્ડર, બાંગ્લાદેશ – મશરફે મુર્તઝાએ કેપ્ટન તરીકેની ફરજ બજાવી હતી.
ત્યારે 2023માં ભારતમાં યોજાનાર વિશ્વ કપમાં ભારતના કેપ્ટન તરીકે રોહિત શર્મા જવાબદારી સંભાળશે. પાકિસ્તાન- બાબર આઝમ, ન્યુઝીલેન્ડમાં ઇજાગ્રસ્ત કેન વિલ્યમસનની જગ્યાએ ટોમ લેથમ કેપ્ટનશિપ કરશે. સાઉથ આફ્રિકા – ટેમ્બા બઉમા, શ્રીલંકા જો વિશ્વ કપ 2023 માટે ક્વાલિફાય થશે તો દાસુન શનાકા કેપ્ટન હશે. અફઘાનિસ્તાન- હશમુલ્લાહ શહીદી, ઓસ્ટ્રેલિયા – પેટ કમિન્સ, વેસ્ટ ઇન્ડિઝ જો ક્વાલિફાય થાય તો શાય હોપ કેપ્ટન હશે. બાંગ્લાદેશ માટે તમીમ ઇકબાલ કેપ્ટન રહેશે.