Homeસ્પેશિયલ ફિચર્સઆખી ટીમની મેચ ફી કરતાં પણ વધુ મોંઘા છે ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા...

આખી ટીમની મેચ ફી કરતાં પણ વધુ મોંઘા છે ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા સ્ટપ્સ

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ આઈપીએલનો ફીવર જોવા મળી રહ્યો છે. મેચ શરૂ થાય એટલે તરત જ લોકો સ્ક્રીન સામે ગોઠવાઈ જાય છે. ક્રિકેટનો જેટલો ક્રેઝ ભારતમાં જોવા મળે છે, એટલો આખી દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી. ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત છે ક્રિકેટ, પણ ત્યાં પણ લોકોમાં ક્રિકેટ માટે આટલું ગાંડપણ જોવા મળતું નથી. જેટલું ભારતીયોમાં છે. અહીં તમને દરેક ગલી અને મેદાનમાં બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે.
તમે મેચ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે આઈપીએલ અને ઈન્ટરનેશનલ મેચોમાં એલઈડીવાળા સ્ટમ્પ અને ગિલ્લી ઉપયોગમાં લેવાય છે. હવે તમને થશે કે આજે અહીં કેમ અહીં આ એલઈડીવાળા સ્ટમ્પ અને ગિલ્લીની વાત થઈ રહી છે તો એનું કારણ છે આની કિંમત. તમને જાણીને નવાઈ લાગશે કે આની કિંમત એટલી બધી છે કે ટીમની મેચ ફી પણ એનાથી ઓછી હોય છે.
મળી રહેલી માહિતી અનુસાર IPLની 14મી સિઝનમાં વપરાયેલા સ્ટમ્પ અને તેની ગિલ્લીની કિંમત લગભગ 40 લાખ રૂપિયા જેટલી હોવાનું કહેવાઈ રહ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે T20 વર્લ્ડ કપ દરમિયાન 11 ખેલાડીઓની આખી ટીમની મેચ ફી પણ આના કરતા ઓછી હોય છે. T20 વર્લ્ડ કપમાં મેચ ફી લગભગ 33 લાખ રૂપિયા છે. એ જ રીતે વન-ડે મેચ રમવા માટે, ટીમને લગભગ 60 લાખ રૂપિયાની મેચ ફી ચૂકવવામાં આવે છે.
લાઈટવાળા સ્ટમ્પ અને ગિલ્લીની શોધ ક્યાંથી અને કોણે કરી એ વિશે વાત કરીએ તો આ બંને સવાલનો જવાબ છે કે આ બંનેની શોધ ઓસ્ટ્રેલિયાના બ્રોન્ટે એકરમેને કરી હતી. તેણે તેના બિઝનેસ પાર્ટનર ડેવિડ લેગીટવુડ સાથે મોટા પાયે તેનું નિર્માણ કર્યું હતું અને ઝિંગ ઈન્ટરનેશનલનું ગઠન કર્યું હતું.
વર્ષ 2013માં, બિગ બેશ લીગ દરમિયાન, તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પોતાનો આઈડિયા વેચી દીધો. ત્યાર બાદ ICC એ 2013માં બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ દરમિયાન આ લાઇટવાળા સ્ટમ્પ્સ અને ગિલ્લીનો એક એક્સપરિમેન્ટ તરીકે ઉપયોગ કર્યો અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે હવે તમે આટલા પૈસા ખર્ચીને જે આ લાઈટવાળા સ્ટમ્પ અને ગિલ્લી ખરીદી છે એ ખાલી એટલા માટે તો નથી ખરીદી કે તેમાં લાઈટિંગ થાય છે. આ લાઈટિંગવાળા સ્ટમ્પ્સ અને ગિલ્લીના અનેક ફાયદાઓ છે. સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં LED લાઇટ સાથે ઇન-બિલ્ટ સેન્સર છે, જે 1/1000 સેકન્ડનો અવાજ પણ શોધી શકે છે, એટલે કે, અમ્પાયર તેમની મદદથી નિર્ણય લે છે, ત્યારે તેમાં ભૂલની શક્યતા લગભગ અશક્ય છે. તમને જણાવી દઈએ કે, આ આખી સિસ્ટમને જિંગ વિકેટ સિસ્ટમ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -