આજે સાંજે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચની શ્રેણીનો ફાઈનલ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં છે. ત્યારે રાજકોટ સહિત ગુજરાતભરના ક્રિકેટરસિકો મેચ નિહાળવા એસસીએ સ્ટેડિયમ આવી પહોંચ્યા છે અને એન્ટ્રી લઈ રહ્યા છે. તિરંગા કોટી અને માથા પર સાફા પહેરી ક્રિકેટરસિકો એસસીએ સ્ટેડિયમ પહોંચ્યા છે.
જ્યારે એક જ કારમાં શ્રીલંકન અને ભારતીય ફેન પોત પોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવતા આવ્યા હતા.
સ્ટેડિયમ બહાર ક્રિકેટરસિકો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. તેમજ કેટલાકે તો ગાલ પર તિરંગા લાગાવ્યા છે. ભારતીય અને શ્રીલંકન ટીમને સપોર્ટ કરવા ફેન ઉમટી રહ્યા છે. ત્યારે એક કારમાં એક ભારતીય અને એક શ્રીલંકન યુવાન પોતાપોતાના દેશના ઝંડા લહેરાવતા નજરે પડ્યા હતા. તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત છે.
સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનાર દરેક પ્રેક્ષકનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ સ્ટેડિયમ અંદર ન જાય તે માટે પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે. કોરાનાની સંભવિત ચોથી લહેરને ધ્યાને રાખીને પોલીસ દ્વારા દરેક પ્રેક્ષકનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે.