Homeઆમચી મુંબઈક્રેડાઈ-એમસીએચઆઈ ઉપક્રમે થાણેમાં ‘પ્રોપર્ટી-એક્સ્પો (૨૦૨૩)’નો શુભારંભ

ક્રેડાઈ-એમસીએચઆઈ ઉપક્રમે થાણેમાં ‘પ્રોપર્ટી-એક્સ્પો (૨૦૨૩)’નો શુભારંભ

થાણે રિજનના સૌથી મોટા પ્રોપર્ટી એક્સ્પોનું ક્રેડાઈ-એમસીએચઆઈ (થાણે)ની ટીમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વીસમા વર્ષના પ્રવેશ નિમિત્તે પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું ત્યારે એમસીએચઆઈ (થાણે)ની ટીમના મહાનુભાવો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: અહીંના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે ક્રેડાઈ એમસીએચઆઈની ટીમ, અન્ય ટોચના મહાનુભાવોની આગેવાનીમાં સૌથી મોટા વીસમા પ્રોપર્ટી (૨૦૨૩) એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી ક્રેડાઈ એમસીએચઆઈ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે રિયલ એસ્ટેટ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ એક્સ્પોનો વીસમા વર્ષનો પ્રવેશ છે. અનેક મુશ્કેલીઓની વચ્ચે ૨૦ વર્ષની ગ્રેટ જર્ની રહી છે.
થાણેને તેની આગવી ઓળખ ઊભી કરવામાં ક્રેડાઈ એમસીએચઆઈ થાણેનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. ક્રેડાઈ એમસીએચઆઈ શહેરને રિપ્રેઝન્ટ કરે છે. જોકે આજે થાણે શહેરની ફક્ત‘લેક સિટી’ નહીં પણ ‘કલ્ચરલ સિટી’ તરીકે ગણતરી કરવામાં આવે છે. થાણેનાં વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો પણ મહત્ત્વનો ફાળો છે અને એને પ્રોત્સાહન આપવા આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, તેથી ઘર ખરીદનારા માટે ખાસ તેમની પસંદના અને પરવડે એવા ઘર ખરીદવા માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે તેથી થાણે જ નહીં, પરંતુ સમગ્ર મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલીવાસીઓ પણ પોતાના સપનાના ઘર માટે ઉત્તમ તકો શોધી શકે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આશર ગ્રૂપના સીએમડી અને એમસીએચઆઈ થાણેના ઈમિડિયેટ પાસ્ટ પ્રેસિડન્ટ અજય આશરે કહ્યું હતું કે ૨૦ વર્ષમાં થાણે એમસીએચઆઈ ક્રેડાઈએ વાસ્તવમાં રેવોલ્યુશન કર્યું છે, જેથી આજે થાણેમાં જોરદાર વિકાસ થઈ રહ્યો છે, જે ભારતનાં અન્ય શહેરોની તુલનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે. વાસ્તવમાં થાણે શહેરવાસીઓ નસીબદાર છે, કારણ કે એકબાજુ પહાડી વિસ્તારની વચ્ચે આસપાસ રહેવાસી વિસ્તાર છે, જ્યારે તેની બાજુમાં પાણી છે, તેથી શહેરનો વિકાસ થયો છે. અલબત્ત, શહેરનો ઝડપી વિકાસ થયો છે તેના માટે ક્રેડાઈ એમસીએચઆઈનું વિઝન જવાબદાર છે, એવું તેમણે જણાવ્યું હતું.
આજના ઉદ્ઘાટનના કાર્યક્રમ વખતે મુખ્ય મહેમાનમાં રેમન્ડ ગ્રૂપના ગૌતમ સિંઘાનિયા, થાને પાલિકાના કમિશનર અભિજિત બાંગર અને થાણે પાલિકાના પોલીસ કમિશનર જગજીત સિંહ અને થાણેના કલેકટર અશોક શિનેગારે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ક્રેડાઈ એમસીએચઆઈની યંગ ટીમની સાથે અન્ય જૂના
સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -