મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા થાણેના કલ્યાણ વિસ્તારમાં 7 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છે . હત્યારો ચોકીદાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકની માતાને ચોકીદાર સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ બાળક મોટો થઈ રહ્યો હતો, તેથી માતાએ થોડા દિવસો માટે ચોકીદારથી અંતર રાખ્યું હતું. આનો બદલો લેવા તેણે તે મહિલાના બાળકને મારી નાખ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ચોકીદારના નિવેદન મુજબ તેણે બાળકની માતાને 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા,પરંતુ તે પાછો આપતી નહોતી. જેના કારણે વિવાદ વધતો ગયો હતો. હત્યાના દિવસે રોજની જેમ સોમવારે પણ બાળક શાળાએ ગયો હતો. બાળકને રજા આપતાં જ બાળકની માતાનો પ્રેમી તેનું અપહરણ કરીને બિલ્ડીંગની છત પર લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો. આ ઘટના કલ્યાણ પશ્ચિમમાં સુંદર રેસિડેન્સીમાં બની હતી.
મૃતક બાળકનું નામ પ્રણવ ભોસલે હતું. કલ્યાણની ખડકપાડા પોલીસે આરોપી નીતિન કાંબલે વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા સુધી આરોપી જે બિલ્ડિંગમાં પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો હતો.
બાળકની હત્યા બાદ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ગભરાઈ ગયો હતો. પોલીસે તેની પૂછપરછ એ આધારે શરૂ કરી હતી કે અગાઉ તે બાળકને ક્યારેક-ક્યારેક શાળાએથી લાવતો હતો. પોલીસને શંકા હતી કે બાળક ગુમ થવા પાછળ તેનો હાથ હોઈ શકે છે, પરંતુ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત ન કરતાં, અહીં-તહીં વાતો કરવા માંડી હતી. તેણે પોલીસને નિવેદન આપ્યું હતું કે બાળકની માતાએ તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા છે, તે પરત કરી રહી નથી. પરંતુ તેણે બાળકની હત્યા કરી હોવાનું જણાવી રહ્યો ન હતો.
આ પછી પોલીસે બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો આરોપી દ્વારા બાળકની હત્યાનો મામલો સામે આવ્યો.જ્યારે પોલીસે કડકતા દાખવતા આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ, કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી કવિતા ભોસલે નામની મહિલા તેના સાત વર્ષના બાળક પ્રણવ ભોસલે સાથે રહેતી હતી. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા આરોપી નીતિન કાંબલે સાથે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ થોડા સમયથી બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ગુસ્સે થઈને ચોકીદારે મહિલાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો.