Homeઆપણું ગુજરાત‘નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે’ સી આર પાટીલે આવું કેમ કહ્યું...

‘નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે’ સી આર પાટીલે આવું કેમ કહ્યું…

ચૂંટણીની તૈયારીઓને લઈને પાટણની મુલાકાતે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સૌથી મોટા ભુવા’ ગણાવ્યા હતા. સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના કાકોશી ચોકડીએથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીનો રોડ શો યોજાયો હતો. ત્યાર બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
કાર્યકર્તાઓને સંબોધન કરતા સી આર પાટીલે કહ્યુ કે, સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી છે. એક પછી એક નારિયેળ ફેંકતા જાય છે. બધા નારિયેળ ગુજરાતમાં લેતા આવે છે. આખા ગુજરાતમાં હવે કોઈ નદી સૂકી નહીં રહે. પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે. આખો દેશ વિવિધ રીતે વિકાસના કામો સાથે દુનિયાને બતાવી રહ્યો છે કે, અમે વિકાસમાં પાછળ નથી. મોદી એક બાર નહીં બાર-બાર આવશે. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતે તેવો આજે સંકલ્પ લેવાનો છે.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને 27 વર્ષ સત્તા દૂર રાખવાથી સજા પૂરી થઇ નથી. હજુ 50 વર્ષ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાની છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પરિવારવાદ પાર્ટી છે, જયારે માત્ર ભારતીય જનતા પાર્ટી જ સામાન્ય જનતાની પાર્ટી છે. આ વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું.
અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, અરવિંદભાઈએ તેમના પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી દીધો છે. હાલની નોટોમાંથી પણ મહાત્મા ગાંધીનો ફોટો હટાવી ના લેય એના માટે સાવચેત રહેવાની જરૂર છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -