આવું દૂધ પીનારાઓ પર દવાઓની અસર ઓછી થાય છે
યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો ગાયનું દૂધ પીવે છે જેમાં એન્ટિબાયોટિકનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તેઓ બીમાર પડે અને તેમને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે તો તેઓ ઓછા અસરકારક હોય છે. જેના કારણે આ બીમારીમાંથી સાજા થવામાં ઘણો સમય લાગે છે. કેટલીકવાર દવાઓ પણ કામ કરતી નથી.
આ અંગેના સંશોધક ડૉ.રેનાટા ઈવાનેક કહે છે કે વિશ્ર્વમાં મોટાભાગની એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ડેરી ઉદ્યોગમાં વધુ દૂધ બનાવવા માટે કરવામાં આવે છે. જેના કારણે ગાયને એટલી બધી એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે કે તેની માત્રા તેના દૂધમાં આવી જાય છે.
આ દૂધ પીવાથી માનવીઓ પર એન્ટિબાયોટિકની અસર ઓછી થવા લાગી છે.
આવી સ્થિતિમાં વૈશ્ર્વિક સ્તરે એન્ટિબાયોટિક પ્રતિકારથી છુટકારો મેળવવા માટે પશુઓમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે.
એન્ટિબાયોટિક્સની વધુ પડતી માત્રા ગાયના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે. આ બેક્ટેરિયા ખાઇને વાગોળતા પ્રાણીઓના આંતરડામાં જોવા મળે છે. તેની વૃદ્ધિમાં ઘટાડો થવાને કારણે, દૂધની ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે.
તેથી જ દૂધ આપતા પશુઓને ઓછામાં ઓછા એન્ટિબાયોટિકના ઇન્જેક્શન આપીને દૂધની ગુણવત્તાને બચાવવી પડશે અથવા તેમાં ભેળસેળ ધરાવતા પશુઆહારનો ઉપયોગ પણ ઓછો કરવો જોઇએ. નહીંતર દૂધ મનુષ્ય માટે ફાયદાકારક થવાને બદલે નુકસાનકારક સાબિત થશે. ઉ