કોરોનાના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,753 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 53,720 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગઈકાલ (14 એપ્રિલ)ના આંકડાની સરખામણી કરીએ તો ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 11,109 નોંધાઈ હતી. જોકે, આજે મૃત્યુઆંક ગઈકાલ કરતાં વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 27 લોકોના મોત થયા છે. કોવિડને કારણે મૃત્યુઆંક વધીને 5,31,091 થયો છે. મૃત્યુ દર 1.19% છે. ત્યારે બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 4,42,23,211 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે. રિકવરી રેટ 98.70% રહ્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે Covovax કોવિડ બૂસ્ટર શૉટના ડોઝ ચારથી પાંચ દિવસમાં મોટા શહેરોમાં પહોંચી જશે, જ્યારે ભારત બાયોટેકે પુષ્ટિ કરી કે કંપની Covaxinનું ઉત્પાદન ફરી શરૂ કરવા માટે તૈયાર છે.