કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
પ્યાર સે ભી જરૂરી કહી કામ હૈ પ્યાર સબકુછ નહીં જિંદગી કે લિયે
—
તુનીષા શર્મા , વૈશાલી ઠક્કર, પ્રેક્ષા મહેતા, પ્રત્યુષા બેનર્જી- આ બધી ફિલ્મ-ટીવી અભિનેત્રીઓ વચ્ચે ચેક સામાન્ય બાબત યે છે કે તેમણે ૨૦થી ૨૫ વર્ષની વયમાં જ આપઘાત કરી લીધો. આ તો બધી સેલિબ્રિટી હતી એટલે તેમના સમચાર મીડિયામાં ચમક્યા પણ તમારી આસપાસ એવા કેટલાય યુવક-યુવતીઓ હશે જેમનો પ્રેમભંગ થયો હોય અને ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી હોય અથવા કરવા માગતા હશે.. આ બધા લોકોએ ૧૯૬૮માં રજૂ થયેલી પ્રખ્યાત ફિલ્મ સરસ્વતીચંદ્ર જોવી જોઈએ. કેટલાય યુવાન-યુવતીઓ ફિલ્મક્ષેત્રે કારકિર્દી બનાવવા ફિલ્મ ઈન્સ્ટિટયૂટમા પ્રશિક્ષણ લેતા હોય છે ત્યાં આ ફિલ્મ ખાસ બતાવવી જોઈએ. અરે હું તો કહું છુ દરેક માબાપે પોતાના યુવાવસ્થામાં પ્રવેશી રહેલા સંતાનોને આ ફિલ્મ દેખાડવી જોઈએ. કઈ નહી તો લેખની શરૂઆતમાં લખેલી આ ફિલ્મની પંક્તિ અને તે આખુ ગીત મોઢે કરાવવું જોઈએ. આજકાલના યુવાનો જરાક પ્રેમભંગ કે મોહભંગ થાય ત્યારે હત્યા કે આત્મહત્યાના રવાડે ચઢી જાય છે. તેઓ જિંદગીની શરૂઆતમાં જ જિંદગીને ખતમ કરી નાખે છે.
આ ગીતની શરૂઆતનો મુખડો તેમને પ્રેરણા આપી શકે છે.
કહાં ચલા મેરે જોગી જીવન સે તૂ ભાગ કે ,
કિસી એક કે ખાતિર સારી દુનિયા ત્યાગ કે
કોઈ એક વ્યક્તિ સાથે તમને પ્રેમ થાય પરંતુ એ વ્યક્તિ તમને ન મળે તો ભૂલી જઈને આગળ વધી જવું. તમે જેને મિત્ર બનાવ્યો છે કે પ્રેમ કર્યો છે તેને તમે કેવી રીતે મારી શકો? અને એ ન મળે તો આત્મહત્યા પણ શું કામ કરવી જોઈએ? કોઈ એકને ખાતર પૂરી દુનિયાનો ત્યાગ ન કરવો એ વાત આ પંક્તિઓમાંથી શીખવા મળે છે.
આ પંક્તિ પછી મૂળ ગીત શરૂ થાય છે.
છોડ દે સારી દુનિયા કીસીકે લિયે
વો મુનાસીબ નહીં આદમી કે લિયે !
પ્યારસે ભી જરૂરી કહી કામ હૈ
પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિયે
યુવાનોએ એ સમજવું જોઈએ કે ‘ભગવાને તેમને જિંદગી જિંદાદિલીથી જીવવા માટે આપી છે. મરવા માટે નહીં’. પ્રેમમાં નિષ્ફળતા મળે તેનો અર્થ એ નથી કે પૂરી જિંદગીને નિષ્ફળ બનાવી દેવી. પ્રેમ ઉપરાંત પણ કરવા જેવા અનેક કાર્યો જીવનમાં છે જે પૂર્ણ કરી જીવનને સફળ બનાવી શકાય છે. આ ગીતની બાકીની કડીઓ પણ અચૂક પ્રેરણા આપે એવી છે.
તન સે તન કા મિલન હો ન શકા તો ક્યા,
મન સે મન કા મિલન કોઈ કમ તો નહીં!
ખુશ્બુ આતી રહે દૂર સે હી સહી
સામને હો ચમન કોઈ કમ તો નહીં
ચાંદ મિલતા નહીં સબ કો સંસાર મેં
હૈ દિયા હી બહુત રોશની કે લિયે !
કિતની હસરત સે તકતી હૈ કલિયાં તુમ્હે
ક્યું બહારો કો ફિરસે
બુલાતે નહી
એક દુનિયા ઉજડ ગઈ
હૈ તો ક્યા?
દૂસરા તુમ જહાં ક્યૂ બસાતે નહીં
દિલ ન ચાહે ભી તો સાથ
સંસાર કે
ચલના પડતા હૈ સબ કી
ખુશી કે લિયે
છોડ દે સારી દુનિયા…
સરળતાથી પૂરી જિંદગીના તત્ત્વજ્ઞાનને સાન્તાક્લોઝની ગિફ્ટની જેમ તમારી ઝોળીમાં ઠાલવી દે છે આ ગીત.
આ ગીતને જે આત્મસાત્ કરી શકે એ ભલા આત્મહત્યા કેવી રીતે કરી શકે?
ફિલ્મી વિશ્ર્વમાંથી પાઠ ભણ્યા પછી આપણે હવે પૂરી સૃષ્ટિની રચના તરફ ધ્યાન આપીએ તો એક વાત અવશ્ય ખ્યાલમા આવશે કે લાખો પશુ પંખી કે સજીવોમાંથી માણસ જ એવી પ્રજાતિ છે જે આત્મહત્યાના પ્રયાસ કરે છે. દરેક પ્રાકૃતિક જીવ જીવનની છેલ્લી ક્ષણ સુધી જીવતા રહેવાની જિજીવિષા ધરાવતો હોય છે. કોઈ સબળ જીવના મુખમાં ફસાયા પછી પણ છૂટી જવા માટે એ મરણિયો પ્રયાસ કરતો હોય છે. એક માત્ર માણસ જ એવો અધૂરિયો જીવ છે જે મરવા માટે પણ મરણિયો પ્રયાસ કરતો રહે છે. બીજા જીવો પાસે ભગવદ્ગીતાનું જ્ઞાન નથી છતાં એ પ્રકૃતિદત્ત કર્મ કરતો રહે છે. જ્યારે માણસને ખબર છે કે કર્મના ફળ ભોગવવા જ પડે છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં.આપઘાત કરીને જો એ એમ વિચારતો હોય કે હાશ છૂટી ગયો તો એ તેનું અજ્ઞાન છે. તેને જે અગાઉના કર્મનું ફળ મળ્યું છે એ એક જન્મમાં નહીં ભોગવે તો બીજા જન્મમાં પણ ભોગવવું જ પડશે. માટે આપધાત કરીને એ શરીરથી છૂટી શકે. કર્મફળથી નહીં. આજના યુવાનોને શાળા- કૉલેજ કે પછી ઘરમાં ભગવદ્ ગીતા શીખવા મળે તો કેટલું સારુ. આત્મહત્યાની સંખ્યા ચોક્કસ ઘટે.
કેટલાક નાસ્તિકો કદાચ આ વાત પર હસે.
પુનર્જન્મ અને આત્માની થિયરી નકારી પણ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે નાસ્તિક હોવા કરતા આસ્તિક હોવું વધુ લાભકારક છે. જીવનમાં કોઈ સુખદાયક ઘટના બને તો આસ્તિક તેને પ્રભુની કૃપા સમજીને અહંકારથી છકી નથી જતો. વળી કોઈ દુખદ ઘટના ઘટે તો તેને ભગવાનની મરજી ગણી હસતે મુખે સહન કરી લે છે. નાસ્તિક તો સુખમાં પોતાની જ વાહવાહ કરીને ઘમંડી બની શકે છે અને દુખમા પોતાને જ જવાબદાર ગણીને આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે.દરેક ઘટના ઘટે છે તેને પ્રભુની પ્રસાદી ગણી લઈએ તો દરેક સમસ્યાનો સામનો કરી શકાય છે, પછી એ સમસ્યા શારીરિક હોય, આર્થિક હોય, માનસિક હોય કે સામાજિક હોય. યાદ રાખજો આટલુ સમજ્યા પછી પણ વિપત્તિઓને લઈને ડિપ્રેશન આવે તો પરિવારનો, ડૉક્ટરનો કે મનોચિકિત્સિકનો સાથ લેજો પરંતુ આત્મહત્યાનો વિચાર કરશો નહીં એ દવા નથી. એ એક ગુનો તો છે જ ઉપરાંત તમારા વહાલા પરિવારજનો માટે તો એક આઘાતજન્ય સમસ્યા જ છે. ઉ