દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને દિલ્હી કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય બેની જામીન અરજી ફગાવી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.