કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને ફાયદો પહોંચાડવાનો મુખ્ય હેતુ હોય. 1991માં તત્કાલિન નાણા પ્રધાન તરીકે મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી. આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં પ્રધાન હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યા હતાં, પરંતુ મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.