દેશભરમાં નામાંકિત કંપનીઓના નામ હેઠળ બનાવવામાં આવી રહેલી નકલી દવાનો પર્દફાશ થયો છે. સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ આ અંગે અંગે દેશભરના ડ્રગ લાયસન્સવાળાઓને એલર્ટ કરી દીધા છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે નકલી દવાઓની કુલ કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ત્યારે જપ્ત કરેલી દવાઓમાં મોન્ટેર, એટોર્વા, રોઝડે, ઝીરોડોલ, ટીએચ24, ડાયટોર, ડિલજેમ એસઆર, યુવિસ્પાસ અનો બાયોડી3 કેપ્સ્યુલ્સ છે. જે કંપનીઓના નામે નકલી દવાઓ બને છે તેમના નામ સિપ્લા, ઝાયડસ કેડિલા, યુએસવી પ્રાઈવેટ લિમિટેડ અને આઈપીસીએ છે.
નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે જે નકલી દવાઓને જથ્થો ઝડપાયો છે એવી આશંકા છે કે તેમાંથી મોટી સંખ્યામાં બજારમાં હાજર છે. દરોડા દરમ્યાન આ બનાવટી દવાઓ પૈકી મોન્ટેર-10 ટેબ્લેટની 2.89 લાખની ગોળીઓ(અસ્થમાંને રોકવા માટે વપરાય) જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય 1.90 લાખ ગોળીઓ ઝીરોડોલ TS4 ની છે. જેનો ઉપયોગ સ્નાયુઓની સારવારમાં થાય છે. 32,500 ગોળીઓ એટોર્વા-10 ની છે અને 1.63 લાખ ટેલ્બેટ રોઝડે-10 ની છે. આ બંને કોલેસ્ટ્રોલ માટે આપવામાં આવે છે. ઉપરાંત બાયોડી-3 પ્લસની 1300 થી વધુ કેપ્સ્યુલ્સ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. જે વિટામિન ડી પૂરક છે.