તાજેતરમાં જામનગર ખાતે એક કોલેજમાં ત્રણ વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર પર ન બેસાડતા જુદી ચેમ્બરમાં બેસાડી અને તમામ સંવલત આપી ચોરી કરાવતા સંચાલકોની વાત લોકો સામે આવી છે જાણવા મુજબ આ કોલેજના ટ્રસ્ટી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર ભીમાણી છે.યુનિવર્સિટીમાં આવા ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા અધિકારી જો આવી નિમ્ન કક્ષાની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો તે દુઃખદ છે.આજરોજ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડોક્ટર ભીમાણીની ચેમ્બર બહાર એન એસ યુ આઈ ના વિદ્યાર્થી કાર્યકરોએ વિવિધ સૂત્રો લખી ઉપરાંત ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવી વિરોધ કર્યો હતો. આ અગાઉ પણ અનેક વખત ડોક્ટર ભીમાણી અનેક બાબતોમાં છાપે ચડી ચૂક્યા છે.
ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના રાજમાં ખુલ્લેઆમ શિક્ષણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. સરકારી ભરતીના પેપરો હોય કે યુનિવર્સિટીના પેપર હોય વારંવાર આવી રીતે પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવે છે. જેના લીધે યોગ્ય વિદ્યાર્થીઓને ભવિષ્ય જોખમાય છે. ક્યાં સુધી ગુજરાતમાં આવું ચાલશે.એ પણ એક મોટો સવાલ છે.
સમગ્ર ઘટનાના વિરોધમાં આજરોજ યુનિવર્સિટી ખાતે NSUI ટિમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ VC ચેમ્બર બહાર ભ્રષ્ટાચારી VC સહિતના અનેક સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત NSUI દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પેપરકાંડમાં સંકળાયેલા તમામ દોષિતને સજા થવી જોઈએ. જો આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.