Homeઆપણું ગુજરાતગુજરાતમાં કોરેના નવા 364 કેઃ એકનું મોત

ગુજરાતમાં કોરેના નવા 364 કેઃ એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે કોરોનાના 364 નવા કેસ નોંધાયા હતા જ્યારે 348 દર્દી સ્વસ્થ થયા હતા. અમદાવાદમાં સોમવાર કરતાં મંગળવારે ડબલ 148 કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતુ. આ સાથે કુલ મૃત્યુઆંક 11,063 થયો હતો. રાજ્યમા ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના કેસોમાં મંગળવારે વધારો નોંધાયો હતો. રાજ્ય માં છેલ્લા 24 કલાકમા 364 કેસ નોંધાયા હતા. તેમજ 1947 એક્ટિવ કેસ હતા. અમદાવાદ શહેરમાં 148 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરમાં 14 કેસ, સુરત મહેસાણામાં 36-36 કેસ, પાટણમાં 15 કેસ, રાજકોટ અને વલસાડમાં 11-11 કેસ, ભરૂચ અને આણંદમાં નવ કેસ, સાબરકાંઠામાં સાત કેસ નોંધાયા હતા. ગાંધીનગર નવ કેસ. મોરબી અને નવસારી પાંચ કેસ નોંધાયા હતા. કચ્છમાં ચાર કેસ. બનાસકાંઠામાં ત્રણ કેસ નોધાયા હતા. તેમજ અમરેલી, દાહોદ, ખેડા,મહિસાગર, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને ભાવનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. રાજ્ય માં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -