છેલ્લા 24 કલાકમાં માહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. એટલું જ નહીં પણ કોરોનાને કારણે રાજ્યમાં બે દર્દીઓના મૃત્યુ પણ થયા છે.
એક તરફ પૂનામાં નાના બાળકોન બિમાર કરનાર એડિનોવાઇરસ જેવા ચેપી રોગ ફેલાઇ રહ્યો છે ત્યાં બીજી તરફ રાજ્યમાં કોરોનાએ ફરી પગપસેરો કરતા તે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. એટલું જ નહીં પણ બે દર્દીઓના મૃત્યુ પણ થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1.48 લાખ દર્દીઓનું મૃત્યુ થયું છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 155 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 61 દર્દીઓ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 81,38,653 હતી. H3N2 આ ચેપી રોગના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના, એડિનો અને ઇન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓનો ટ્રિપલ ઝાટકો રાજ્યમાં લાગ્યો છે.
પૂનામાં કોરોનાના 75 નવા દર્દી મળ્યા છે, મુંબઇમાં 49, નાશીકમાં 13, નાગપુરમાં 8 અને કોલ્હાપુરમાં 5 દર્દીઓ મળી આવ્યા છે. ઔંરગાબાદ અને અકોલામાંથી બે-બે અને લાતૂરમાંથી એક દર્દી મળ્યો છે. પૂણેમાં બે દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે 68 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના 662 એક્ટીવ દર્દીઓ છે. જેમાંથી 206 પૂનામાં છે.જ્યારે મુંબઇમાં 144 દર્દીઓ છે, જ્યારે થાણેમાં 98 એક્ટીવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 402 કેસ મળી આવ્યા છે. હાલામં એક્ટીવ કેસની સંખ્યા 3903 થઇ છે. 13મી માર્ચે દેશમાં 444 દર્દી તથા 12મી માર્ચે 524 દર્દીઓ મળી આવ્યા હતા.