(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં ગુરુવારે ૧૦૮૩ દર્દી કોરોનાથી સાજા થયા હતા. તો ૧,૧૧૩ નવા દર્દી નોંધાયા હતા. એ સાથે જ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં કોરોનાના ૨૦૭ નવા કેસ નોંધાવાની સાથે જ એક દર્દીનું મૃત્યુ થયું હતું.
મુંબઈમાં દિવસ દરમિયાન ૨૦૭ કોરોનાના નવા દર્દી નોંધાવાની સાથે જ મુંબઈમાં અત્યાર સુધીનો કોરોના કેસનો કુલ આંકડો ૧૧,૬૧,૩૪૩ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૧૮ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દર્દીને ઑક્સિજન આપવાની આવશ્યકતા જણાઈ હતી. દિવસ દરમિયાન ૨૭૨ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. એ સાથે જ અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા દર્દીનો આંકડો ૧૧,૪૦,૦૬૩ થઈ ગયો છે. હાલ મુંબઈમાં ૧,૫૨૪ સક્રિય દર્દી છે. દિવસ દરમિયાન ૧,૭૬૬ કોરોનાના ટેસ્ટ થયા હતા. મુંબઈનો રિકવરી રેટ ૯૮.૨ ટકા છે.
રાજ્યમાં દિવસ દરમિયાન ૧,૧૧૩ નવા દર્દી નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધીનો કોરોનાનો કુલ કેસનો આંકડો ૮૧,૫૯,૫૦૬ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૧,૦૮૩ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા દર્દીનો આંકડો ૮૦,૦૪,૮૮૫ થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૧ ટકા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી ત્રણ દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યનો હાલ મૃત્યુદર ૧.૮૨ ટકા છે. કોરોનાના કેસ વધવાની સાથે જ રાજ્યમાં કોરોનાની ટેસ્ટિંગ વધારી દેવામાં આવી છે. દિવસના સમગ્ર રાજ્યમાં ૧૭,૧૩૧ કોરોનાના ટેસ્ટ થયા હતા.
હાલ રાજ્યમાં એક્સબીબી.૧.૧૬ વેરિયન્ટના ૬૮૧ દર્દી છે, તેમાંથી પાંચના મોત થયા છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી કોરોનાના ૭૫ દર્દીના મૃત્યુ થયા છે.