Homeટોપ ન્યૂઝસાવધાન ફરી દેશ પર તોળાઈ રહ્યું છે આ મહામારીનું સંકટ

સાવધાન ફરી દેશ પર તોળાઈ રહ્યું છે આ મહામારીનું સંકટ

ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના 796થી વધુ કેસ સામે આવ્યા છે અને એની સાથે જ ફરી એક વખત દેશ પર મહામારીનું જોખમ તોળાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમાં 5,026 સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે.
દેશમાં 109 દિવસો પછી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજારને પાર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ કર્ણાટક, પુડ્ડુચેરી અને ઉત્તર પ્રદેશમાં સંક્રમણથી એક-એક દર્દીના મોત પછી મૃતકની સંખ્યા વધીને 5, 30, 795 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોવિડ-19ના 5,026 દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દી સાજા થવાની ટકાવારી 98.80% છે. અત્યાર સુધી કુલ 4,41,57,685 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. જ્યારે કોવિડ-19નો મૃત્યુદર 1.19% છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દેશમાં રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત કોવિડ-19ન રોકવા 220.94 ડૉઝ આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં સાત ઓગસ્ટ 2020માં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020માં 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020માં 40 લાખથી વધુ થઈ ગઈ હતી. દેશમાં કોવિડ-19 સંક્રમણના કેસ 16 સપ્ટેમ્બર 2020માં 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020માં 60 લાખ, 11 ઓક્ટોબર 2020માં 70 લાખ, 29 ઓક્ટોબર 2020માં 80 લાક અને 20 નવેમ્બરે 90 લાખથી વધુ થઈ ગયા છે. દેશમાં 19 ડિસેમ્બર 2020એ આ કેસનો આંકડો એક કરોડથી વધુ થઈ ગયો હતો. ચાર મે 2021માં સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021એ ત્રણ કરોડથી વધુ થઈ ગઈ હતી. ગયા વર્ષે 25 જાન્યુઆરીએ સંક્રમણની સંખ્યા 4 કરોડ કરતા વધુ થઈ ગઈ હતી.
કોરોનાના વધતાં જોખમને લઈને આરોગ્ય યંત્રણાઓ દ્વારા નાગરિકોને સતર્ક રહેવાનો અને માસ્ક પહેરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ, ભીડવાળી જગ્યાઓ પર જતી વખતે નાગરિકોને માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -