એક વિશેષ અદાલતે સોમવારે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા અને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો રાખવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.
આ મામલો 1 જાન્યુઆરી, 2008ના રોજ રામપુરમાં CRPF કેમ્પ પર થયેલા હુમલા સાથે સંબંધિત છે જેમાં સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
NIA/ATS સ્પેશિયલ જજ વી એસ ત્રિપાઠીએ ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા બાદ સજા સંભળાવી હતી. કોર્ટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ત્રણ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમણે સાહબુદ્દીન અને ઈમરાન શહઝાદ ઉર્ફે અબુ ઓસામા પર 15,000 રૂપિયા અને મોહમ્મદ ફારુખ ઉર્ફે અબુ ઝુલ્ફીકાર પર 22,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.