Homeઆપણું ગુજરાતવિવાદિત ટીકટોક સ્ટાર કિર્તી પટેલની ધરપકડ, જાણો શું છે મામલો

વિવાદિત ટીકટોક સ્ટાર કિર્તી પટેલની ધરપકડ, જાણો શું છે મામલો

વિવાદિત ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી પોલીસના હાથે લાગી છે. તેણે જૂનાગઢના ભેંસાણના એક યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. પોલીસે કિર્તી પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સાથે બે ગાડી પણ જપ્ત કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર તરીકે જાણિતી સુરતની કિર્તી પટેલે એક વીડિયો બનાવીને જૂનાગઢના ભેંસાણના જમન ભાયાણી નામના યુવાનને માર મારવાની ધમકી આપી હતી. તે યુવાનને મારવા માટે સુરતથી પોતાના સાથીદારો સાથે જૂનાગઢ પહોંચી હતી. ભેંસાણ પોલીસે મામલો બીચકતાં જ કિર્તી અને તેના સાથીદારોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે ગાડીઓ પણ કબજે લીધી છે.
ગત મે મહિનામાં અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી હતી. સરખેજ હાઈવે નજીક થયેલી બબાલના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને તેણે ધમકી આપીને સોશિયલ મીડિયામાં તેના વિરૂદ્ધ બીભત્સ લખાણ અને ફોટો વાયરલ કરવા અંગે પોલીસે કિર્તી પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતા જ તે વસ્ત્રાપુર પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને આ કેસ જ ખોટો હોવાનું વારંવાર કહેતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -