Homeદેશ વિદેશકોન્સોલિડેશન આગળ વધશે: નિફ્ટી જો ૧૮,૭૦૦ની નીચે ગબડશે તો વધુ ૨૦૦ પોઇન્ટ...

કોન્સોલિડેશન આગળ વધશે: નિફ્ટી જો ૧૮,૭૦૦ની નીચે ગબડશે તો વધુ ૨૦૦ પોઇન્ટ તૂટશે

કંપની પરિણામો અને બજેટ અપેક્ષાને આધારે સેકટરલક્ષી અને શેરલક્ષી કામકાજ જોવા મળશે

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે નવા વર્ષની શરૂઆત ખાસ આશાસ્પદ રહી નથી અને આગણ પમ ટૂંકાગાળામાં તેજી માટે કોઇ નક્કર કારણ જણાતું નથી. આ સપ્તાહની વાત કરીે તો નિષ્ણાતો માને છે ક બજારનું કોન્સોલિડશન ચાલુ રહેશે અને રોકાણકોરો મોટભાગે કોર્પોરેટ અર્નિંગ અને વૈશ્ર્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઇન્ફલેશનના ડેટા અનુકૂળ જાહેર થતાં વિશ્ર્વની કેન્દ્રીય બેંકો વ્યાજદર વધારવા બાબતે ઓછી આક્રમક નીતિ અપનાવશે એવી આશા અને આઇટી કંપનીઓના સારા ત્રિમાસિક કમાણીના આંકને આધારે સમીક્ષા હેઠળના સપ્તાહમાં અસ્થિરતા વચ્ચે બજારે આગેકૂચ નોંધાવી હતી. જોકે, આઇટી કંપનીઓ દ્વારા ગાઇડન્સમાં સાવચેતીપૂર્વક વૃદ્ધિની આગાહી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા સતત વેચવાલીને કારણે આગેકૂચ મર્યાીજદત રહી હતી.
સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ૩૬૦ પોઈન્ટથી વધુ વધીને ૬૦,૨૬૧ પર અને નિફ્ટી૫૦ લગભગ ૧૦૦ પોઈન્ટ વધીને ૧૭,૯૫૭ પર પહોંચ્યો હતો. જોકે, એકંદર બજારમાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાથી લાર્જ કેપ સામે નાના શેરોની કામગીરી નબળી રહી હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ માત્ર ૦.૩ ટકા અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો.
સોમવારે, બજાર પ્રથમ એચડીએફસી બેંક અને વિપ્રોની કમાણી પર પ્રતિક્રિયા આપશે. એકંદરે, નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ભારતીય ઇક્વિટી આ સપ્તાહમાં એકીકૃત થવાનું ચાલુ રાખશે અને મોટાભાગે કોર્પોરેટ અર્નિંગ અને વૈશ્ર્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રી-બજેટ અપેક્ષાઓ અને કમાણીમાં શેરલક્ષી ચાલ જોવા મળશેે. બજારના સાધનોએ કહ્યું હતું કે આગામી દિવસોમાં કોર્પોરેટ ક્ષેત્રની કમાણીના આંકડા અને વૈશ્ર્વિક સંકેતો મોટે ભાગે વલણ નક્કી કરશે. મેક્રોઇકોનોમિક મોરચે ૧૬ જાન્યુઆરીના રોજ નિર્ધારિત હોલસેલપ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના ડેટા છે. કમાણીના મોરચે, બેંકિંગ શેરો મોટાભાગે ફોકસમાં રહેશે.
કોર્પોેરેટ સેકટરના પરિણામો સાથે એફઆઇઆઇનો પ્રવાહ પણ બજારની દિશા માટે નિર્ણાયક છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ સિઝનની શરૂઆત મોટા આઇટી નામો સાથે થઈ છે અને આ અઠવાડિયે અમે એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી લાઇફ, એશિયન પેઇન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ અને હિંદુસ્તાન યુનિલીવર સહિતની કંપનીઓના પરિણામ જાહેર થશે. ટેક્નોલોજી, મેટલ, ઓટો અને પસંદગીના બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં સારી લેવાલી અને આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એફએમસીજી અને અમુક ઇન્ફ્રા શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
ડિસેમ્બર ક્વાર્ટર માટે એચડીએફસી બેન્કે ૧૯.૯ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૬૯૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વિપ્રોએ વાર્ષિક ધોરણે સુધારા સાથે રૂ. ૩૦૫૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
ટાટા કેપિટલ હેલ્થકેર ફંડે એમઓસી, મુંબઇ ઓનકોકેર સેન્ટરમાં સીરીઝ એ ફંડીંગ અતંર્ગત દસ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. સેલ્યુલર કેન્સર સેન્ટરના યુનિટી એમઓસી આગામી ૧૮ મહિનામાં આ ભંડોળનો ઉપયોગ દેશભરમાં વિસ્તરણ માટે કરશે. ટાટા કેપિટલ ફંડે આ ઉપરાંત પણ અનન્ય સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. કીલીચ ડ્રગ્સે ઇથિયોપિઆમાં તાજેતરમાં રૂ. ૧૦૦ કરોડના રોકાણ સાથે ઉત્પાદન સવલત ચાલુ કરી દીધી છે અને તેની કામગીરી આગળ વધી રહી હોવા સાથે કંપની અન્ય વિસ્તરણ યોજના પર પણ વિચારણા કરી રહી હોવાની બજારમાં ચર્ચા હતી. સરકાર અને એલઆઇસી આઇડીબીઆઇમાંથી તેમનો ૬૦.૭૨ ટકા હિસ્સો વેચી
રહી છે.
વૈશ્ર્વિક મોરચે યુએસ બજાર સોમવારે માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર ડેના કારણે બંધ રહેશે. યુએસએ, યુરોપ અને ચીનમાંથી ઘણા બધા મેક્રો નંબર જાહેર થશે. યુએસએમાં ઘણી મોટી કોર્પોરેશનો ત્રિમાસિક કમાણી સાથે બહાર આવશે જે, યુએસ બજારોમાં અસ્થિરતા તરફ દોરી શકે છે.
આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઈન્ડેક્સ અન્ય મહત્વના પરિબળો હશે. આ ઉપરાંત બજેટ અપેક્ષાઓને આધારે સ્ટોક અને સેક્ટરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે.
અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી ૧૭૮૦૦ના મુખ્ય સપોર્ટ લેવલને આધારે ટકી રહ્યોે છે, પરંતુ કોઇપણ બજારે નક્કર મજબૂતી મેળવવા માટે ૧૮૧૦૦ની આસપાસના તાત્કાલિક અને નિર્ણાયક અવરોધને પાર કરવું અનિવાર્ય છે, ઉપરાંત ૧૮૩૦૦ની આસપાસ બીજો અવરોધ હશે. જોકે, જો નિફ્ટી ૧૭૮૦૦ના સ્તરથી જોરદાર પીછેહઠ બતાવશે, તો તે ૧૭,૬૨૫ અને ૧૭,૪૨૫ના સ્તર તરફ આગળ વધવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -