(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: નર્મદાના ૩૦ લાખ એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી શરૂ કરાયેલી સૌની યોજનામાં અત્યાર સુધીમાં ૯૫ જળાશયોનું જોડાણ પુરૂં કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે ૯,૩૭૧ કિ. મી પાઇપલાઇનના કામો માટે મંજૂરી આપવામાં આવી છે એ માટે રૂપિયા ૧૬,૭૨૧ કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ ૧,૨૯૮ કિ.મી ની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે ૭૩ કિલોમીટર લંબાઈની પાઇપલાઇનના કામો બાકી છે જે સત્વરે પૂર્ણ કરાશે.
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું જે પૈકી ૯૫ જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા ૨૦ જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્રમાં આ યોજના થકી ૧૧ જિલ્લાના ૯૭૨ ગામોના આશરે ૮.૨૫ લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા ૩૧ શહેર અને ૭૩૭ ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ ૨૫ મુખ્ય પંપીંગ સ્ટેશન ૮ ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ ૩૩ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ઉ