‘અલીબાબા દાસ્તાને કાબુલ’ સિરિયલના સેટ પર 20 વર્ષીય એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની માતાએ કરેલી ફરિયાદને આધારે સિરિયલમાં તુનિષાના કો-સ્ટાર શિજાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી. તુનિષા આત્મહત્યા કેસના આરોપી શિજાને પોલીસને પૂછપરછ દરમિયાન મહત્વના ખુલાસા કર્યા છે. શિજાનના કહ્યા પ્રમાણે તુનિષાએ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે શિજાને જ તેને બચાવી લીધી હતી. શીઝાને આ અંગે તુનિષાની માતાને પણ જાણ કરી હતી, માતાએ તેની ખાસ કાળજી લેવાનું કહ્યું હતું. પોલીસના સુત્રોએ આ માહિતી આપી હતી.
તુનિષા સાથે બ્રેકઅપ થવાના કારણ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શિજાને દાવો છે કે શ્રદ્ધા મર્ડર કેસ બાદ બંને ખૂબ જ તણાવમાં હતા. શ્રદ્ધા મર્ડર કેસ બાદ દેશમાં સોશિયલ મીડિયા, ટીવી અને રસ્તા પર જે ચર્ચા સાંભળવા મળી રહી હતી તેનાથી તેઓ ચિંતિત હતા. શીઝાને કહ્યું કે તે મુસ્લિમ છે અને તુનિષા હિંદુ છોકરી છે. શિજાને ઉંમરનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તુનિષા તેના કરતા ઘણી નાની હતી. શિજાને લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને ઉંમર અને ધર્મમાં ભેદ હોવાને કારણે બંને વચ્ચે બ્રેકઅપ થયું.
શિજાને પોતાના નિવેદનમાં વધુ એક ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે તુનિષાએ આત્મહત્યાના એક દિવસ પહેલા કંઈ ખાધું કે પીધું ન હતું. જે દિવસે તુનિષાએ આત્મહત્યા કરી તે દિવસે સેટ પર શિજાને તેને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તુનિષાએ કંઈ ખાધું ન હતું. ત્યારબાદતે શૂટિંગ માટે નીકળી ગયો. તુનિષાને પણ સેટ પર આવવા માટે કહ્યું હતું. તુનિષાએ થોડા સમય પછી આવવાનું કહ્યું હતું.
શિજાન પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર સુધી તુનિષા પાછી ન ફરતાં શીઝાને પરત ગયો અને મેક-અપ રૂમનો દરવાજો ખખડાવવા લાગ્યો. જ્યારે તુનિષાનો જવાબ ન આવ્યો તો તેણે લોકો સાથે મળીને દરવાજો તોડી નાખ્યો ત્યારે તુનિષાને લટકતી જોઈ. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. શિજાને વિચાર્યું હતું કે તુનિષા બચી જશે પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી તે જીવી શકી નહીં. ડોકટરે તુનિષાને મૃત જાહેર કરી હતી.