જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે શનિવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને એક નવો પત્ર મોકલ્યો છે, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનમાં ભવ્ય રાચરચીલા માટે ભંડોળ પૂરું પાડ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચંદ્રશેખર જે મંડોલી જેલમાં બંધ છે, તેણે તેના પત્રમાં દાવો કર્યો છે કે તેણે અરવિંદ કેજરીવાલના ઘરના ભવ્ય રાચરચીલા માટે વ્યક્તિગત રીતે ચૂકવણી કરી હતી અને આરોપ મૂક્યો હતો કે જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈનની સાથે કેજરીવાલે પોતે તેની પસંદગી કરી હતી.
ચંદ્રશેખરે, તેના એડવોકેટ અનંત મલિક દ્વારા L-G ને મોકલેલા તેના પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે કેટલુંક ફર્નિચર ઇટાલીથી આયાત કરવામાં આવ્યું હતું જે મુખ્ય પ્રધાનની રહેવાની જગ્યાને આંતરરાષ્ટ્રીય સ્પર્શ ઉમેરે છે.
‘આ તાકીદના ધ્યાન પર લાવવા માટે છે કે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન અને સત્તાવાર નિવાસસ્થાનને વૈભવી બનાવવા માટે જાહેર ભંડોળમાંથી ઉપયોગમાં લેવાતા ખર્ચના સંદર્ભમાં તાજેતરમાં ચાલી રહેલી તપાસમાં હું સંપૂર્ણ ખુલાસો કરવા માંગુ છું. રિનોવેશન દરમિયાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન માટે ઉચ્ચ સ્તરના ફર્નિચરના નાણા મેં ચૂકવ્યા હતા.” એમ સુકેશે તેના પત્રમાં લખ્યું છે. આ ફર્નિચરની પસંદગી કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન દ્વારા વ્યક્તિગત રીતે મારા દ્વારા કેજરીવાલના મોબાઈલ અને જૈનના ફોનની ફેસટાઇમ ચેટ્સ અને વોટ્સએપ પર મોકલવામાં આવેલી તસવીરોના આધારે કરવામાં આવી હતી.

ચંદ્રશેખરના પત્ર મુજબ, તેણે રૂ. 45 લાખની કિંમતના ઓલિવ ગ્રીન કલરમાં ઓનીક્સ સ્ટોનથી બનેલું વિઝનેર 12 સીટર ડાઇનિંગ ટેબલ, તેમના બેડરૂમ માટે વિઝનેર ડ્રેસિંગ ટેબલ અને રૂ. 34 લાખની કિંમતના બાળકોના બેડરૂમની વસ્તુઓ રૂ. 18 લાખની કિંમતના વિઝનેર મિરર્સ, આશરે રૂ. 28 લાખની કિંમતના રાલ્ફ લોરેન પાસેથી કુલ 30 નંગ ગોદડાં, પલંગ અને ગાદલા અને રૂ. 45 લાખની કિંમતની પનેરાઈ વોલ ક્લોક સહિત અનેક વસ્તુઓ ખરીદી હતી આ ફર્નિચર તેણે મુંબઈ અને દિલ્હીથી બિલિંગ પર ખરીદ્યું હતું, કારણ કે ઉપરોક્ત તમામ ફર્નિચર ઈટાલી અને ફ્રાન્સમાંથી આયાત કરવામાં આવ્યું હતું. આ બધા માટે મારી ફર્મ LS ફિશરીઝમાંથી મારા દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. આ રેકોર્ડ્સનું સ્ટેટમેન્ટ મારી, કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વચ્ચેની વોટ્સએપ ચેટની સાથે તપાસ એજન્સીને મોકલવામાં આવશે, જે તેની પુષ્ટિ કરશે,એમ સુકેશે પત્રમાં જણાવ્યું છે.

ચંદ્રશેખરે એવો પણ દાવો કર્યો હતો કે તમામ ફર્નિચર સીધું કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યું હતું અને તેમના સ્ટાફ મેમ્બર ઋષભ શેટ્ટીએ કેજરીવાલના આવાસમાં સ્થાપિત કર્યું હતું. આ ફર્નિચર સિવાય તેમને સિલ્વર ક્રોકરી જોઈતી હતી, જે મારા દ્વારા રજૂ કરાયેલ જ્વેલરના કરોલ બાગ પ્રોજેક્ટમાં ફાળવણીના બદલામાં દક્ષિણ ભારતીય જ્વેલર દ્વારા આપવામાં આવી હતી, જેની કિંમત અંદાજે 90 લાખ રૂપિયા હતી. ઉપરાંત ચાંદીની 15 થાળી પ્લેટો અને 20 ચાંદીના ગ્લાસ, થોડી મૂર્તિઓ અને બહુવિધ બાઉલ, શુદ્ધ ચાંદીના ચમચીઓ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને પહોંચાડવામાં આવી હતી,” એમ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
“એકવાર તપાસ કર્યા પછી ઉપરોક્ત તમામ બાબતોની સંપૂર્ણ પુષ્ટિ થશે. હું તપાસ દરમિયાન તમામ બિલો સબમિટ કરવાની નમ્રતાથી બાંયધરી આપું છું,” એમ કોનમેને ઉમેર્યું હતું. નોંધનીય છે કે કોવિડ રોગચાળા દરમિયાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના નવીનીકરણ પર દિલ્હી સરકારના 45 કરોડ રૂપિયાના કથિત ખર્ચની ભાજપ દ્વારા તીવ્ર ટીકા થઈ રહી છે. આ અહેવાલોના જવાબમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ નરેશ કુમારને તમામ સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવા, સંપૂર્ણ તપાસ કરવા અને એલજીની સમીક્ષા માટે 15 દિવસની અંદર વિગતવાર અહેવાલ સબમિટ કરવા સૂચના આપી છે.