વડાપ્રધાન નરેન્દ્ર મોદીનના શો ‘મન કી બાત’નો 100મો એપિસોડ પ્રસારિત થયો હતો જેની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ‘મન કી બાત’ને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે પીએમના શો ‘મન કી બાત’ને ‘મૌન કી બાત’ ગણાવ્યો હતો. પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો પર સવાલો ઉઠાવ્યા છે.
‘મન કી બાત’ના 100માં એપિસોડને લઈને ભાજપ દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. પોતાના શોના પ્રસારણ પહેલા પીએમ મોદીએ ટ્વિટ દ્વારા લોકોને તેમની ‘મન કી બાત’ સાંભળીને કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી. તે જ સમયે, કોંગ્રેસ નેતા જયરામ રમેશે દેશની સ્થિતિ વિશે વાત કરતા તેમના પર સવાલ ઉઠાવ્યા હતા.
જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મન કી બાતનો 100મો એપિસોડ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ફેકુ માસ્ટર માટે આજનો દિવસ ખાસ છે. પરંતુ તે ચીન, અદાણી, વધતી જતી આર્થિક અસમાનતા, જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી મોંઘવારી, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા, મહિલા કુસ્તીબાજોનું અપમાન, ખેડૂત સંગઠનોને આપેલા વચનો પૂરા ન કરવા, કથિત ભ્રષ્ટાચાર જેવા મહત્વના મુદ્દાઓ પર કર્ણાટક જેવી ડબલ એન્જિન સરકાર માટે ‘મૌન કી બાત’ છે.’
आज फेकू मास्टर के लिए विशेष दिन है। मन की बात के 100वें एपिसोड की सूचना को बड़े ही धूमधाम से फैलाया जा रहा है। लेकिन मौन की बात है – चीन, अडानी, बढ़ती आर्थिक असमानता, आवश्यक वस्तुओं के बढ़ते दाम, जम्मू-कश्मीर में आतंकी हमले, महिला पहलवानों का अपमान, किसान संगठनों से किए गए वादों…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 30, 2023
“>
જયરામ રમેશના આ ટ્વીટ પર યુઝર્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘દેશના કરોડો બેરોજગાર યુવાનો, ખેડૂતો, જવાનો અને મહિલાઓ પર થતા અત્યાચાર વિશે ‘મન કી બાત’ ક્યારે સાંભળશો?’