કર્નાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું આ રાજ્ય છે. ઉપરાંત ભાજપે અહીં કુમારસ્વામીની સરકાર પાડીને સત્તા મેળવી હતી. તેથી હવે આ ચૂંટણી માત્ર ચૂંટણી નહીં પણ માન અને પ્રતિષ્ઠાની લડાઇ પણ છે. ત્યારે શનિવારે કોંગ્રેસે 124 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે. માજી મૂખ્યપ્રધાન સિદ્ધરામય્યા વરુણાથી અને ચાણક્ય તરીકે જાણીતા ડી કે શિવકુમાર કનકપુરથી ચૂંટણી લઢશે. આ યાદીમાં ખડગેના પુત્ર પ્રિયાંકનું નામ પણ સામેલ છે. બાબલેશ્વરથી એમબી પાટીલ, ગાંધીનગરથી દિનેશ ગુંડુરાવ તેમજ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલ એમએલસી પુત્તન્નાને રાજાજીનગરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Congress party announces the first list of 124 candidates for Karnataka Assembly Elections.
Names of former CM Siddaramaiah, and State party president DK Shivakumar are present in the first list. pic.twitter.com/TC9vXJfrX5
— ANI (@ANI) March 25, 2023
કર્નાટકમાં હાલમાં ભાજપાની સરકાર છે. એ પહેલાં કોંગ્રેસ અને જનતા દલ સરકાર હતી. આ સરકારને દોઢ વર્ષ પણ પૂરું થયું ન હતું ત્યાં તો ભાજપે આ સરકારમાં ઉથલ પાથલ કરાવી સરકારી પાડી દીધી હતી. જો કે આ પહેલા અહીં કોંગ્રેસની એકહત્થુ સરકાર હતી. સિદ્ધરામય્યા સરકારને બહૂમત મળ્યું ન હતું. તેથી ભાજપને સત્તામાંથી દૂર રાખવા માટે કુમારસ્વામીને મુખ્યપ્રધાનનું પદ આપી કોંગ્રેસ સત્તામાં રહી હતી. દોઢ બે વર્ષમાં જ કુમારસ્વામી સરકાર આંતરિક વિવાદને કારણે પડીભાંગી અને ભાજપ સત્તા પર આવી હતી. ત્યારે હવે આગામી ચૂંટણીમાં કોની સરકાર આવશે તેના પર બધાની નજર છે. બંને પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા અને માન-સન્માનનો ખેલ બની ગઇ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો જાદુ કેટલો ચાલશે એ તો સમય જ બતાવશે.