(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત બાદ ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ જીતને વધાવી લીધી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ અમદાવાદના પાલડી કાર્યાલય પર ફટાકડા ફોડી આતશબાજી કરી
હતી.
બીજી બાજુ સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં પણ કૉંગસના નેતાઓ અને કાર્યકરોએ બાલાજી મંદિરના દર્શન કરી ફટાકડા ફોડી કરી ઉજવણી કરી હતી. કાર્યકરે હનુમાનજીની વેશભૂષા સાથે વિજયને વધાવ્યો હતો. તેમજ જય બજરંગ બલિ…નો નાદ કર્યો હતો.
ગુજરાત કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અસત્ય સામે સત્યનો વિજય, ધર્મનો વિજય થયો છે. જેમાં બજરંગ બલીનો આશીર્વાદ મળ્યો છે. જે સાથે જનતાએ ભાજપને જાકારો આપ્યો છે. તેમજ કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે જે ભાજપને જાકારો આપી રહી છે. આ સાથે જ કર્ણાટકની જીતને દેશમાં કૉંગ્રેસની સારી શરૂઆત ગણાવી છે. ઉ