કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે મધ્યપ્રદેશમાં પ્રવેશી છે. રાહુલ ગાંધી સવારે લગભગ સાત વાગ્યે બુરહાનપુર થઈને મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. યાત્રા બુરહાનપુર જિલ્લાના બોંદરલી ગામથી શરૂ થઈ હતી જે સાંજે 6 વાગ્યે બુરહાનપુર શહેરમાં પહોંચશે. યાત્રા મધ્યપ્રદેશ પહોંચતા જ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય લોકોએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પછી રાહુલ ગાંધીએ મંચ પરથી લોકોને સંબોધતા કહ્યું કે, લોકોએ કહ્યું હતું કે ભારત દેશ 3600 કિલોમીટર લાંબો છે, પગપાળા યાત્રા ના કરી શકાય. અમે કન્યાકુમારીથી મધ્યપ્રદેશ પહોંચ્યા છીએ. અહીં 370 કિમી ચાલીશું. આ ત્રિરંગો શ્રીનગર પહોંચશે અને અમે ડરવાના નથી. આ યાત્રા ભારતમાં ફેલાયેલી નફરત, હિંસા અને ભયના વિરુદ્ધમાં છે.

મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રાના બે-ત્રણ લક્ષ્યો છે. આ યાત્રા ભારતમાં ફેલાયેલી નફરત, હિંસા અને ભયની વિરુદ્ધ છે. ભાજપની આ રીત છે સૌ પ્રથમ ભય ફેલાવો. યુવાનો, ખેડૂતો અને સામાન્ય લોકોમાં ભય ફેલાવો, જ્યારે ભય ફેલાય જાય છે, ત્યારે તેઓ તેને હિંસા માં બદલી દે છે. હિંસા એ ભયનું જ એક રૂપ છે. અમારી યાત્રાનો ધ્યેય આ ડરને દૂર કરવાનો છે. આ ભારતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાશે. આજે રાત્રે 9 વાગ્યે પ્રિયંકા ગાંધી બુરહાનપુરથી આ યાત્રામાં જોડાશે. પ્રિયંકા ગાંધીની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના બાળકો જોડાશે.