ચંદીગઢ: કૉંગ્રેસના ૭૫ વર્ષીય વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હૂડા રવિવારે કોઈ કાર્ય માટે હરિયાણાના હિસાર જિલ્લાના બરવાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ‘નીલગાય’ તેમની એસયુવીને ટકરાતા અકસ્માત થયો હતો જેમાં તેઓ સુરક્ષિત બચી ગયા હતા, માત્ર ટોયોટા કારના આગળના બમ્પરને નુકસાન થયું હતું, એમ હિસારના પોલીસ અધિક્ષક ગંગા રામ પુનિયાએ જણાવ્યું હતું. વાહનમાં સવાર અન્ય કોઈને પણ ઈજા થઈ નથી. હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા હૂડાએ અકસ્માત પછી જણાવ્યું કે, “બધા સુરક્ષિત છે. હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રાખું છું અને એક કાર્યક્રમ માટે ગામ જઈ રહ્યો છું.
દરમિયાન, મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે ઘટના બાદ હૂડાને ટેલિફોન કરી અને તેમની સુખાકારી વિશે પૂછ્યું હતું. (પીટીઆઈ)