અમારી સરકાર ગદ્દાર નહીં ખુદ્દાર છે….: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલનાં માહોલ વચ્ચે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર લાંબા સમય ટકી નહીં શકે એવા દાવાઓને લઈ રવિવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહ્યું હતું કે અમારી સરકારનું ગઠન સંપૂર્ણ રીતે કાયદેસર થયું છે અને સત્તામાં બની રહેશે.
ફડણવીસએ કહ્યું હતું કે જૂન ૨૦૨૨માં અમારી સરકારનું બંધારણનાં નિયમો લઈને બની હતી. અલબત્ત, વારંવાર વિરોધ પક્ષમાં ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેનાં પક્ષ દ્વારા વારંવાર નવી સરકારનું પતન થવાના અહેવાલ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારી સરકાર ટકશે. નાશિકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકારીની બેઠકમાં સભ્યોને સંબોધતા ફડણવીસે કહ્યુ હતું કે મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ આપણા પક્ષમાં ચુકાદો આપશે. ફડણવીસે ખાસ કરીને શિંદે જૂથના ૧૬ વિધાનસભ્ય સામે શિવસેના (ઉદ્ધવ ઠાકરે કેમ્પ) દ્વારા દાખલ કરેલી અરજી સંદર્ભે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે કેમ્પનાં નેતા દ્વારા ખાસ કરીને શિંદે જૂથના સભ્યો અને સરકારનું ગઠન ગેરકાયદે કર્યું હોવાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા અને શિંદે જૂથના અનેક સભ્યોને ગેરકાયદે ઠરાવવાની વાતને પણ નાયબ મુખ્ય પ્રધાને ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે અમે જે કાંઈ પણ કર્યું છે એ બંધારણના નિયમો અનુસાર છે. અમારી સરકાર ગદ્દાર નહિ પણ ખુદ્દાર છે. તેમણે દાવો કર્યો હતો કે મહા વિકાસ અઘાડી સરકારે તેમના સાશનમાં કોઈ વિકાસના કામો કર્યા જ નથી અને તેમની સરકારને ખાસ તો ભ્રષ્ટ્રાચાર માટે ઓળખવામાં આવશે.