રંગોની દુનિયાથી સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે ચિત્રકારો હોય છે. આ જ ચિત્રકારોમાં પોતાના રંગોથી આખી દુનિયાને રંગીન બનાવવાની કળા રહેલી છે. રવિવારે એકાદ ચિત્રકાર નહીં, પરંતુ લગભગ સાડા ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીએ ચિત્રકલાની સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સનું પ્રાંગણ ભવિષ્યના ચિત્રકારોથી ભરાઈ ગયું હતું. (અમય ખરાડે)