Homeદેશ વિદેશકોમર્શિયલ રાંધણગૅસ મોંઘો થયો

કોમર્શિયલ રાંધણગૅસ મોંઘો થયો

નવા વર્ષથી એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ₹ પચીસનો વધારો થયો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રવિવારે કોમર્શિયલ એલપીજીની કિંમતમાં રૂ.૨૫ પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો. આ પગલાંથી નવા વર્ષમાં સામાન્ય માણસને નુકસાન થવાની સંભાવના છે, કારણ કે હોટેલો, રેસ્ટોરાં સહિતની વ્યાપારી સંસ્થાઓ તેમના ખર્ચને આવરી લેવા માટે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો કરી શકે છે. જોકે ઘરેલું સિલિન્ડરની કિંમત યથાવત્ છે.
નવા વધારા સાથે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ.૧,૭૬૯ થશે. મુંબઈમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત રૂ.૧,૭૨૧, કોલકાતામાં રૂ.૧,૮૭૦ અને ચેન્નાઈમાં રૂ.૧,૯૭૧ થશે.
કોમર્શિયલ રાંધણગૅસના ભાવમાં વધારા અંગે ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર આકરા પ્રહારો કરતાં કૉંગ્રેસે આજે જણાવ્યું હતું કે આ સરકારની લોકોને “નવા વર્ષની ભેટ છે અને “આ તો માત્ર શરૂઆત છે. “નવા વર્ષની પ્રથમ ભેટ કોમર્શિયલ રસોઈગૅસ સિલિન્ડર હવે રૂ.૨૫ મોંઘું થયું. આ તો માત્ર શરૂઆત છે, કૉંગ્રેસે હિન્દીમાં ટ્વીટ કર્યું હતું.
છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશમાં રાંધણગૅસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જે ઘરના બજેટને અસર કરે છે અને વિપક્ષ તેની આકરી ટીકા કરે છે. ઘરેલુ ગ્રાહકો માટે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે ૨૦૧૪થી ભાવ રૂ.૪૧૦થી વધીને રૂ.૧,૦૦૦ સુધી પહોંચી ગયો છે. ઇંધણના ભાવમાં ઝડપી ઉછાળાએ આવશ્યક ચીજવસ્તુઓના દરમાં વધારો કર્યો છે અને પરિણામે લોકોએ બજેટ પરની સર્વાંગી અસરને પહોંચી વળવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
જ્યારે ઈંધણના ભાવ વધારા અંગે પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકારે ઘણી વખત ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય દરો તરફ ઈશારો કર્યો છે. વિપક્ષ હવે સવાલ ઉઠાવી રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય દરો ઘટ્યા છે ત્યારે હવે કેમ ભાવ ઘટાડવામાં આવતા નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશમાં લાંબા સમયથી ઘરેલુ ગૅસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર ૬ જુલાઈ ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યો હતો જ્યારે તેલ કંપનીઓએ ઘરેલું સિલિન્ડરની કિંમતમાં રૂ.૫૦નો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કુલ રૂ.૧૫૩.૫નો વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં જ સરકાર દ્વારા કોમર્શિયલ રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર જુલાઈ ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો એટલે હવે તેમાં પણ ગમે ત્યારે વધારો કરવામાં આવી શકે એવી શક્યતા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -