હવે ‘ગોટી સોડા’ સિઝન-૩ પણ રજૂ થઇ રહી છે
હળવાશની પળો સાથે જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢવો એવી માર્મિક વાતો પરિવાર સુધી પહોંચાડતી શેમારૂમીની ઓરિજિનલ ગુજરાતી વેબ સિરિઝ ‘ગોટી સોડા‘ની બે સિઝનની સફળતા બાદ ત્રીજી સિઝન શેમારૂમી એપ પર જોવા મળશે.
‘ગોટી સોડા’ ગુજરાતી વેબ સિરિઝમાં સંજય ગોરડિયા પ્રફુલ પારેખનું પાત્ર નિભાવી રહ્યાં છે. એને લોકો પપ્પુના હુલામણા નામે સંબંધો છે. તેમનો પરિવાર એક એકથી ચઢીયાતા વિચિત્ર સભ્યનો બનેલો છે. પરિવારની દરેક વ્યક્તિ અજાણતા જ એવા કામ કરે છે કે એના કારણે પ્રફુલની શાંતિ છીનવાઇ જાય છે અને તેમને ઘણીવાર આર્થિક કે ભાવનાત્મક નુકશાન થાય છે અને અન્ય તકલીફોમાંથી પસાર થવું પડે છે. તેથી એમનું જીવન નરક જેવું બની જાય છે. પ્રફુલભાઇને જીવનમાં સવારે ચા અને આખો દિવસ અખબાર વાંચ્યા બાદ રાત્રે મીઠી નીંદર માણી શકે એમાં જ શાંતિ મળે છે. તેઓ અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ દરેક તકલીફોને મહાત કરતા-કરતા વધુ સારા દિવસો આવશે એની પ્રતિક્ષામાં જીવનારી વ્યક્તિ છે. તેમનામાં તકલીફોને મહાત કરવાની અને એનું નિવારણ થાય ત્યાં સુધીમાં અન્ય નવી તકલીફનો સામનો કરવો પડે તો એના માટે પણ તૈયાર રહે છે. તે દરેક ગુજરાતીઓની જેમ ફાફડા, જલેબી તેમ જ ગુજરાતી વાનગીઓ ખાવાના શોખીન છે. આ પાત્ર સંજય ગોરડિયાએ એમની આગવી અભિનય શૈલીમાં ભજવ્યું છે. જે દર્શકોમાં એક અનોખી છાપ છોડી જાય છે. સાથી કલાકારોમાં ભાવિની જાની, પ્રાર્થી ધોળકિયા, સુનિલ વિશરાણી, ભુમિકા પટેલ, જિયા ભટ્ટ, પ્રથમ ભટ્ટ વગેરે છે. આ સિઝનના દિગ્દર્શન દિવ્યેશ પાઠક છે, જ્યારે લેખક રાહુલ
પટેલ છે.