2010ના કિસ્સો પ્રકાશમાં આવ્યા પછી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી…
શ્રદ્ધા વાલકરના કેસથી પ્રેમિકા યા પત્નીના કોલ્ડબ્લડેડ મર્ડરના કિસ્સાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, જ્યારે જૂના કિસ્સા બહાર આવી રહ્યા છે. તાજેતરમાં દહેરાદૂનના પણ આવો જ એક કિસ્સો બન્યો હતો, જેમાં પતિએ પત્નીની હત્યા કરીને 72 ટુકડા કરીને ડીપફ્રીજરમાં રાખ્યા હતા તથા આ બનાવના 57 દિવસ પછી પ્રકાશમાં આવ્યો હતો.
આ કિસ્સો લગભગ બાર વર્ષ પૂર્વે બન્યો હતો, પરંતુ એ કિસ્સો જાણીને તમારા રુવાંડા ઊભા થઈ જશે કે માનવીમાં આટલી બધી હેવાનિયત કઈ રીતે આવતી હશે. કિસ્સા અંગે પોલીસે કહ્યું હતું કે બનાવમાં સૌથી પહેલા પતિએ તકિયાથી પત્નીના શ્વાસોશ્વાસને રોકી દીધા હતા, ત્યાર બાદ ડીપ ફ્રિજરમાં તેના બોડીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અમેરિકાથી પરત ફર્યા પછી પતિએ ફ્રીજમાં રાખેલી પત્નીના બોડીના 72 ટુકડા કરી નાખ્યા હતા. વાત અંગે વિશેષ સ્પષ્ટતા કરતા પોલીસ કહે છે કે પ્રેમથી શરુ થયેલી વાર્તા હેવાનિયત પર પૂરી થઈ હતી, જેની કલ્પના કરવાનું ભયંકર છે.
1999માં દિલ્હીમાં રહેનારી અનુપમાએ રાજેશ ગુલાટી નામના એન્જિનિયરની સાથે પ્રેમ થયો હતો ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 1999માં લગ્ન પછી 2000માં બંને વિદેશ ગયા હતા, ત્યાં બંને સોફ્ટવેર કંપનીમાં જોબ કરતા હતા, જ્યાં બંને જણ છ વર્ષ પછી ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાથી પરત આવ્યા પછી બંને જણ દહેરાદૂનમાં રહેવાનું ચાલુ કર્યું હતું. અને બંનેને જોડિયા બાળકો જન્મ્યા હતા. જોકે, બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નહોતું તેના પરિવારને પણ જાણ નહોતી. 17 ઓક્ટોબર, 2010ના રાજેશ અને અનુપમાની વચ્ચે ઝઘડો થયો અને રાજેશે ગુસ્સામાં અનુપમાને ધક્કો માર્યો હતો અને તેના માથા પર કોઈ વસ્તુ જોરથી ટકરાતા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનો ગુસ્સો એટલો હતો કે બેડમાંથી તકિયો ઊઠાવીને અને તેના મોંઢા પર બંધ કરીને જ્યાં સુધી શ્વાસ લેવાનું બંધ થયું નહીં ત્યાં સુધી તકિયો ઊઠાવ્યો નહોતો. અલબત્ત, વિદેશથી પરત ફરનારા આ એન્જિનિયર પોતાની પત્નીનો હત્યારો બની ગયો હતો. ઘરમાં અનુપમાનો મૃતદેહ હતો, જેમાં જોડિયા બાળક હતા, પરંતુ કોઈને કંઈ ખબર પડી નહોતી. ત્યાર બાદ તે માર્કેટમાંથી ડીપ ફ્રીજર લઈ આવ્યા હતા અને ફ્રીજમાં મૂકી દીધી હતી. બાળકોએ પૂછ્યા પછી પણ હકીકત જણાવી નહોતી.
માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ રાજેશ ગુલાટીએ ડીપ ફ્રીજરમાં અનુપમાની લાશ બરફ થઈ ગઈ હતી અને તેને લાશ બહાર કાઢી હતી ત્યાર બાદ કટર અને આરીની મદદથી ટુકડા કર્યા હતા પછી કાળા રંગની પોલિથીનમાં રાખીને ફરી ફ્રિજમાં રાખ્યા હતા. બાળકોને કે અડોશપડોશ કે પછી અનુપમાના માતાપિતાને ભળતી વાતો કહીને ક્યારેય સત્ય બહાર આવ્યું નહીં. વીકએન્ડ પર ગયા પછી તેને મસૂરીના જંગલમાં જઈને પોલીથીન પોતાની સાથે રાખી અને પોલીથીનને ફેંકી દીધી અને આવું 57 દિવસ સુધી ચાલતુ રહ્યું હતું. જોકે, અનુપમાના કઝીનને રાજેશ પર શક ગયા પછી વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસની તપાસમાં 57 દિવસ પછી સત્ય બહાર આવ્યું હતું અને લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.