નાતાલની સાથે રવિવારની રજા એકસાથે બે સંયોગ વચ્ચે રવિવારે મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોની જોરદાર ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં સવારથી લઈને સાંજ સુધી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. ઈન્સેટ તસવીરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો દ્વારા ભેટ ચઢાવવામાં આવતા દાગીનાની નિલામી કરતા મંદિરના કર્મચારી સાથે ભક્તોમાં દાગીના લેવાનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. (અમય ખરાડે)