મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ₹ 47 કરોડના હેરોઈન અને કોકેઈન સાથે કથિત રીતે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એવી કસ્ટમ્સ ખાતાના એક અધિકારીએ માહિતી આપી હતી. મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ ઝોનલ યુનિટ III દ્વારા કરવામાં આવેલા બે જુદાજુદા ઓપરેશનમાં રૂ. 31.29 કરોડની કિંમતનું 4.47 કિલોગ્રામ હેરોઈન અને ₹ 15.96 કરોડની કિંમતનું 1.596 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
બે આરોપીઓને અલગ-અલગ કેસમાં પકડવામાં આવ્યા હતા. પ્રથમ કેસમાં, કેન્યાના નૈરોબી થઈને દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કેન્યા એરવેઝની ફ્લાઈટ KQ210માં મુંબઇ ખાતે ઉતરાણ કરનાર એક વ્યક્તિને રૂ. 31.29 કરોડની કિંમતના 4.47 કિલોગ્રામ હેરોઈન સાથે પકડવામાં આવ્યો હતો. તેણે 12 દસ્તાવેજ ફોલ્ડરમાં ડ્રગ્સ છુપાવ્યું હતું,” એમ તેમણે જણાવ્યું હતું.
Continuing the drive against drugs smuggling, Mumbai Airport Customs seized 4.47 Kg Heroin valued at Rs 31.29 Cr & 1.596 Kg Cocaine valued at Rs 15.96 Cr in two separate cases. Heroin was concealed in documents folder covers whereas Cocaine was concealed in the clothes buttons. pic.twitter.com/shUkxJFUJ7
— Mumbai Customs-III (@mumbaicus3) January 6, 2023
“>
બીજા કિસ્સામાં, એક વ્યક્તિ જે ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ET-460 થી મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યો હતો, તેના સામાનના સ્કેનમાં શંકાસ્પદ બટનો મળી આવ્યા બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. તેના ડ્રેસ પર બટનોની સંખ્યા વધુ હતી અને તેને કપડાં પર અસામાન્ય રીતે એકબીજાની નજીક મૂકવામાં આવ્યા હતા, જેને કારણે અમારી શંકા વધુ ઘેરી થઇ હતી,” એમ આ
અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, પ્રવાસીની બેગની વિગતવાર તપાસમાં કુર્તાના બટનોમાં અને મહિલાઓની હેન્ડબેગની અંદરના ખોટા પોલાણમાં સંતાડેલું રૂ.15.96 કરોડની કિંમતનું 1.596 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. બંને પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.