Homeઆમચી મુંબઈMumbai costal road: કોસ્ટલ રોડનો મરીન ડ્રાઇવથી બાંદ્રા- વરલી સી-લિંક માર્ગ જૂન...

Mumbai costal road: કોસ્ટલ રોડનો મરીન ડ્રાઇવથી બાંદ્રા- વરલી સી-લિંક માર્ગ જૂન 2024 સુધી તૈયાર થઇ જશે

મુંબઇના મરીન ડ્રાઇવથી બાંદ્રા-વરલી સી-લિંક કોસ્ટલ રોડનો દક્ષિણ વિભાગ જૂન 2024 સુધી અવર-જવર માટે ખૂલ્લો મૂકાશે. મરીન ડ્રાઇવથી વરલી દરમીયાન દક્ષિણ કોસ્ટલ રોડનું કામ નવેમ્બર 2023 સુધી પૂરું થનાર છે. વરલી થી બાંદ્રા વરલી સી-લિંક ઇંટર કનેક્ટ માટે પાંચ થી છ મહિનાનો વધારાનો સમય લાગશે. ઉપરાંત વરલી સમુદ્રમાંથી એક થાંભલો ઓછો કરવામાં આવ્યો હોવાથી 611 કરોડનો ખર્ચ વધુ થનાર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોસ્ટલ રોડના એક ટનલનું કામ પહેલાં જ પૂરું થઇ ગયું છે. જ્યારે ટનલ બોરિંગ મશીન ખરાબ થયા બાદ પણ બીજા ટનલનું કામ માત્ર બે ટકા જેટલું બાકી છે. આ કામ 22 થી 25 મે સુધી પૂર્ણ થશે. આ પહેલાં નવેમ્બર 2023 આ કામ માટેની ડેડલાઇન હતી. મરીન ડ્રાઇવ થી વરલી સુધીનું કામ નવેમ્બર 2023 સુધી પુરું થશે. જ્યારે વરલીથી આગળનો આ કોસ્ટલ રોડ બાંદ્રા – વરલી સિ-લીંકને જોડનારો રોડ તૈયાર થવામાં વધુ સમય માંગી લેશે.

વરલી સમુદ્રમાંથી એક થાંભલો ઓછો કરવાથી આ કોસ્ટલ રોડને વરલી-બાંદ્રા સી-લિંક સાથે જોડવા માટે પાંચ થી છ મહિનાનો વધુ સમય જશે. કોસ્ટલ રોડના વરલીના સમુદ્રમાંથી એક થાંભલો ઓછો કરતાં બે થાંભલા 120 મીટરના અંતરે હશે. તેને કારણે કોસ્ટલ રોડનો ખર્ચ 611 કરોડથી વધશે. દક્ષિણ કોસ્ટલ રોડ માટે 12721 કરોડ રુપિયાનો ખર્ચ થનાર છે. જેમાં 611 કરોડનો વધારો થશે. જૂન 2024 સુધી દક્ષિણ કોસ્ટલ રોડ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -