મુંબઈઃ દાવોસ ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપવા ગયેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે મુંબઈ પાછા ફર્યા હતા અને એ વખતે તેમણે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વિઝિટ સક્સેસફૂલ રહી હતી અને મહારાષ્ટ્રમાં રોકાણ વધારવાની દ્રષ્ટિએ દુનિયાભરના પ્રતિનિધિઓ સામે મહત્ત્વની ચર્ચા થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
स्वित्झर्लंड येथील दावोस येथील @wef च्या वतीने आयोजित करण्यात आलेल्या आर्थिक गुंतवणूक परिषदेत सहभागी होऊन आज मुंबईत विमानतळावर आगमन होताच मंत्रिमंडळातील सहकारी, खासदार, आमदार, पदाधिकारी, सहकाऱ्यांनी तसेच नागरिकांनी ढोल ताशांच्या गजरात मोठ्या जल्लोषात आणि उत्साहात स्वागत केले. pic.twitter.com/AsUR9ws1Xc
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) January 18, 2023
મુંબઈ એરપોર્ટ પર ઉતરેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું સ્વાગત કરવા માટે શાળેય શિક્ષણ ખાતાના પ્રધાન દિલીપ કેસરકર અને પાણીપુરવઠા ખાતાના પ્રધાન ગુલાબરાવ પાટીલ વગેરે હાજર રહ્યા હતા. મુંબઈ આવીને શિંદેએ દાવોસ મુલાકાતમાં મહારાષ્ટ્રને શું મળ્યું એ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દાવોસ ખાતેની વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે હું ગયો હતો અને આ મુલાકાત એકદમ સફળ રહી હતી અને રાજ્ય માટે 1,37,000 કરોડના એમઓયયુ સાઈન કરવામાં આવ્યા હતા.
દુનિયાભરમાં વિવિધ દેશના લોકો આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની દાવોસના વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પર છાપ જોવા મળી હતી. ભારત અને તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં રોકાણ કરવાની લોકોને ખૂબ જ ઈચ્છા જોવા મળી હતી. શિંદે વિવિધ દેશોના પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી અને લોકોએ મહારાષ્ટ્રમાં રોકાણ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી.
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે કરાર કરવામાં આવ્યા છે એના કારણે એક લાખથી વધુ લોકોને રોજગાર મળશે. જે લોકોને હું મળ્યો છું એ લોકો મુંબઈ આવીને એમઓયુ સાઈન કરવાના છે. બે દિવસમાં આ એમઓયુ સાઈન થઈ જશે અને મહારાષ્ટ્ર માટે આ એક મોટી સફળતા છે.
આ કરારમાં હાઈ ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 54 હજાર કરોડ, એનર્જી સેક્ટર માચે 46,800 કરોડ, આઈટી ડેટા સેન્ટર માચે 32 હજાર કરોડ તો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ માટે 22 હજાર કરોડ તેમ જ ફૂડ પ્રોસેસિંગમાં 2 હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આનો ફાયદો રાજ્યને તેમ જ યુવાપેઢીને થશે, એવો વિશ્વાસ પણ શિંદેએ વ્યક્ત કર્યો હતો.