રસ્તાની પહોળાઈ ૩૦ મીટરથી વધીને ૪૫.૭૫ મીટર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) એ મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેનો એક છે. જીએમએલઆર રોડના કામમાં આડે આવી રહેલા પંચાવન ગેરકાયદે બાંધકામને પાલિકાના ‘એસ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા છે
પાલિકાના જણાવ્યા મુજબ લગભગ ૧૨.૨ કિલોમીટર લંબાઈના જીએમએલઆરના રોડ લાઈનમાં અમુક ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હતા. પાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલના નિર્દેશ મુજબ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ‘એસ’ વોર્ડમાં સુદર્શન હોટેલથી તુળશેતપાતા આ અડધા કિલોમીટરના લંબાઈના વિસ્તારમાં પંચાવન જેટલા ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે.
ગેરકાયદે બાંધકામ હટી જવાથી હવે આ રસ્તાની પહોળાઈ જે અત્યાર સુધી ૩૦ મીટર જેટલી હતી, તે હવે આ કાર્યવાહી બાદ તેની પહોળાઈ ૪૫.૭૫ મીટર થઈ ગઈ છે. ‘એસ’ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ખુલ્લી થયેલી જગ્યા પાલિકાના પુલ ખાતાને સોંપવામાં આવી છે.
ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે પાલિકાએ બે જેસીબી સહિત આવશ્યક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સિવાય ૨૫ કામગાર-કર્મચારી અને અધિકારીઓની ટીમ પણ હતી. આ કાર્યવાહી બાદ ખુલ્લી કરવામાં આવેલી જગ્યામાં ફ્લાયઓવરનું બાંધકામ પ્રસ્તાવિત હોઈ આ જગ્યા પુલ ખાતાને સોંપવામાં આવી છે. ઉ