મુંબઈઃ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં જ એક 27 વર્ષીય સિવિલ એન્જિનિયરની ધરપકડ કરી હતી અને આ એન્જિનિયરે પત્નીના પાસપોર્ટની તપાસ માટે પાસપોર્ટ ઓફિસની આખી સિસ્ટમ જ હેક કરી લીધી હતી. આ રીતે હેક કરીને તેણે પત્ની સહિત ત્રણ જણના પાસપોર્ટ કાઢ્યા હતા. મુંબઈ પોલીસે આખો ગુનો ઉકેલીને આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપી રાજાબાબુ શાહને તેની પત્નીને ઈમ્પ્રેસ કરવી હતી. તેની પત્ની નોકરી માટે પરદેશ જવાનો વિચાર કરતી હતી. શંકા ના આવે એટલા માટે એન્જિનિયરે બીજા બે પાસપોર્ટ પણ કઢાવ્યા હતા. આરોપી શાહની પત્ની દ્વારા આપવામાં આવેલા બધા દસ્તાવેજો બરાબર છે, તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, પણ એફઆઈઆર દ્વારા શાહની પત્નીનો પાસપોર્ટ પાછો લઈ લેવામાં આવ્યો છે અને શાહ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
શાહે જે મહિલાઓના પાસપોર્ટ અપ્રૂવ કર્યા છે કે મુંબઈના એન્ટોપ હિલ, ચેમ્બુર અને ટિળક નગરની રહેવાસી છે. ઓરાપીએ નોએડાનો આઈપી એડ્રસવાળી સિસ્ટમનો ઉપયોગ કરીને હેકિંગ કર્યું હતું.
પોલીસે આરોપીની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી. તે યુપીમાં ભાડાના ઘરમાં રહેતો હતો, જ્યારે શાહની પત્ની મુંબઈમાં કામ કરે છે અને તેણે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છાને પગલે પાસપોર્ટ કઢાવ્યો હતો.