Homeદેશ વિદેશલો બોલો: વધતી મોંઘવારીની માર ગ્રોસરીની ખરીદી પર પણ સિગરેટ-દારુનું વેચાણ સાતમા...

લો બોલો: વધતી મોંઘવારીની માર ગ્રોસરીની ખરીદી પર પણ સિગરેટ-દારુનું વેચાણ સાતમા આસમાને…

દેશમાં વધતી મોંઘવારીને કારણે ફાસ્ટ મુવિંગ કંઝ્યુમર ગુડ્સ (FMCG) માર્કેટ પર મોટી અસર થઇ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પાછલા એક દશકની વાત કરીએ તો સિગરેટનું વેચાણ અત્યાર સુધી સૌથી ઝડપી વધ્યુ છે. સાથે સાથે દારુનું વેચાણ પણ ઓલ-ટાઇમ હાઇ છે. કંપનીઓ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે અને મળતા આંકડા મુજબ કંઝ્યુમર ગુડ્સ માર્કેટમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો જીવન જરુરી વસ્તુંઓ પરનો ખર્ચ ઓછો કરી રહ્યા છે. જેનું કારણ સાતમા આસમાને જઇ રહેલ મોંઘવારી છે.

એક વેબ પોર્ટલમા અહેવાલ મુજબ હાલમાં આવેલ એક રિસર્ચ રિપોર્ટ અને ઉદ્યોગ જગતના અનુમાન મુજબ સિગરેટનું વોલ્યુમ ડિસેમ્બર 2022માં 10 ટકાથી વધ્યુ છે. વર્ષ 2022માં દારુનું વેચાણમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 12 ટકાની તેજી આવી છે. ડિસેમ્બર 2022માં ભારતમાં 38 કરોડથી વધારે દારુની પેટી વેચાઇ છે. જો આપડે છેલ્લા ચાર વર્ષમાં સિગરેટના વેચાણ અને તેના ગ્રોથ રેટની વાત કરીએ તો તો 5 ટકા જેટલો રહ્યો છે. આ આંગે તજગ્નોનું કહેવું છે કે મોંઘવારી અને ગ્લોબલ આર્થિક અનિશ્ચિતતાને કારણે FMCG પ્રોડક્ટની માંગ પર અસર જોવા મળી રહી છે.

બજારના એક્સપર્ટનું માનવું છે કે સરકાર દ્વારા સિગરેટની સ્મગલીંગ પર કાબૂ લાવતા લોકલ સિગરેટ કંપનીઓનું વેચાણ વધ્યુ છે. સાથે સાથે જુલાઇ 2017 પછી સિગરેટ પરના ટેક્સમાં બહુ મોટો વધારો નથી કરવામાં આવ્યો. આજની યુવા પેઢીનો લાઇફ સ્ટાઇલ પર ખર્ચ વધ્યો છે. જેને કારણે દારુ અને સિગરેટના વેચાણમાં પણ વધારો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -