આઈપીએલ 2023ની 16મી સિઝનને લઈને ક્રિકેટપ્રેમીઓ માટે એક ગુડ ન્યુઝ આવી રહ્યા છે. અત્યાર સુધીની આઈપીએલ સિઝન્સની મેચ સ્પોર્ટસલવર્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકતા હતા અને મોબાઈલ કે પછી ઓટીટી પ્લેટફોર્મ પર મેચ જોવા માટે હોટ સ્ટારનું સબ્સ્ક્રીપ્શન લેવું પડતું હતું. પણ હવે દર્શકો ફ્રીમાં આઈપીએલ મેચ જોઈ શકશે.
તમારી જાણ માટે કે હવે તમે હોટસ્ટાર પર મેચ નહીં જોઈ શકો. થોડાક સમય પહેલાં જ 2023થી 2027 સુધીની સિઝન્સ માટે આઈપીએલના મીડિયા રાઈટ્સની લીલામી કરવામાં આવી હતી. જેમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે 23,575 કરોડ રુપિયા આપીને ટીવી રાઈટ્સ ખરીદ્યા હતા. જ્યારે ડિજિટલ રાઈટ્સ 23,758 કરોડ રુપિયામાં વાયકોમ 18 ગ્રુપને આપવામાં આવ્યા છે.
એટલે હવે તમે ભલે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હોટ સ્ટાર પર આઈપીએલ જોવાની મજા નહીં માણી શકો, પણ એના બદલે વૂટ, જિયો ટીવી અને જિયો સિનેમા પર ફ્રીમાં માણી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે ડિજિટલ રાઈટ્સ વાયકોમ 18 પાસે છે અને તેમની પાસે વૂટ, જિયો ટીવી અને જિયો સિનેમા જેવા ડિજિટલ પ્લેટફોર્મ છે.
આ સિવાય મહત્ત્વની વાત એ છે કે જિયો સિનેમા પર ફેન્સ ફ્રીમા 11 ભાષામાં આઈપીએલ જોવાનો લુત્ફ ઉઠાવી શકશે. બીસીસીઆઈએ 2023થી 2027 માટે આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઈટ્સની લિલામી કરી હતી અને લીલામીથી બોર્ડને કુલ 48,390 કરોડ રુપિયા મળ્યા હતા. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી હતી.