બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
લગ્ન પ્રસંગોની સિઝન આવશે એટલે પ્રસંગોપાત કપડાની પસંદગીઓ થશે, એક પ્રસંગમાં પહેરેલા કપડાં બીજા પ્રસંગમાં નહિ પહેરાય કારણ લોકોએ તે કપડા જોઈ લીધા હશે. પ્રસંગો વધી રહ્યા છે તેની સાથે બીજા નાના મોટા મેળાવડાઓ પણ વધી રહ્યા છે. લોકોના ગ્રૂપ વધી રહ્યા છે, સ્કૂલનું, કોલેજનું, ઓફિસનું, સોસાયટીનું, બાળકોની સ્કૂલના વાલીઓનું વગેરે. હર સપ્તાહના અંતે કોઈને કોઈ પાર્ટી પણ હોય અને જયારે આવા મેળાવડાઓમાં જવાનું થાય ત્યારે કયાં કપડાં પહેરવા તે પ્રશ્ર્ન થાય. પહેલાના સમયમાં આવી મુશ્કેલી નહોતી. એક જ સાડી રાખતા જે બધા પ્રસંગોમાં પહેરવાની અને બીજાબધા પણ મોટેભાગે તેજ રીતે એક જ સાડી બધા પ્રસંગોમાં પહેરતા. કોઈ મથામણ નહીં અને માથાનો દુખાવો નહીં, પણ આજે વેરાઇટીના જમાનામાં, વધુ જોઈએના જમાનામાં એકથી કામ ન ચાલે.
બસ આવીજ સ્થિતિ આજે મીડિયા પ્લાનિંગ માટેની છે. વર્ષો પહેલા ફક્ત એક જ ટીવી ચેનલ, રેડિયો ચેનલ અને ગણ્યાં ગાંઠ્યાં અખબારો હતાં તેથી બ્રાન્ડ માટે મીડિયા પ્લાનીંગ કરવું આસાન હતું. કોઈ કશ્મકશ નહીં અને કોઈ માથાનો દુખાવો નહીં. આજે સમય બદલાઈ ગયો છે. જો ઈલેકટ્રોનિક મીડિયા જોઈએ તો તેમાં કેટલી બધી ચેનલો છે ૠઊઈ ઉપરાંત પ્રાદેશિક ભાષાની ચેનલો, સ્પોર્ટ્સ, ન્યૂઝ, ધાર્મિક, ઇનફોર્મેટિવ, વગેરે. તેજ રીતે મલ્ટિપલ રેડિયો સ્ટેશન્સ, વૃત્તપત્રો અને મેગેઝિન.
રોજબરોજ આપણે હજારો બ્રાન્ડ મેસેજીસના સાક્ષી બનતા હશું ટીવી પર, રેડિયો પર, હોરડિંગ્સ, વૃત્તપત્રોમાં, મોબાઇલ, ડિજિટલ મીડિયમ વગેરે. એડવર્ટાઇઝિંગની સફળતામાં જેટલું ક્રિયેટિવ ક્ધટેન્ટનું મહત્ત્વ છે તેટલુ જ મહત્ત્વ મીડિયાની વ્યૂહરચનાનું છે. આજના આ બહુવિધ મીડિયાના જમાનામાં જો સચોટ મીડિયા પસંદ ન થાય તો ઉત્તમ ક્રિયેટિવ પણ માર ખાઈ જાય અને કેમ્પેઇનને જોઈયે તે રીતનાં પરિણામો ન મળી શકે. આવા સમયે સચોટ અને સૂચક મીડિયા વ્યૂહરચનાની આવશ્યકતા છે જે રિસર્ચ આધારિત હોય. સામાન્ય ભાષામાં તેને મીડિયા પ્લાનિંગ કહી શકાય.
મીડિયા પ્લાનિંગ માટે નીચેના મુદ્દાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે
૧. કેમ્પેઇનનો હેતુ: એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનનો હેતુ અવેર્નેસ ઊભી કરવાની છે, પ્રમોશનલ કેમ્પેઇન છે, સેલ્સ કેમ્પેઇન છે, નવા ગ્રાહકો વધારવાનો છે, ઇનફોર્મેટિવ કેમ્પેઇન છે વગેરે. આની પાક્કી ખાતરી હોવી જોઈયે.
૨. ટાર્ગેટ ગ્રૂપ (ઝૠ) અને ટાર્ગેટ ઓડિયેન્સ: મીડિયા પ્લાનિંગમાં આ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો મને મારૂં ઝૠ કોણ છે તે ખબર નહીં હોય કાંતો મારે કોને મારી બ્રાન્ડ ટાર્ગેટ કરવી છે તેની માહિતી નહીં હોય તો કેમ્પેઇન ફેલ થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કોસ્મેટિક બ્રાન્ડ છે જે વાઇબ્રન્ટ કલર્સ ઓફર કરે છે. આવા સમયે મારે યંગ અને ફેશન લક્ષી યુવતીને ટાર્ગેટ કરવી પડશે નહીં કે બધી જ યુવતીઓ અને સ્ત્રીઓને. આ ઝૠ ને ધ્યાનમાં રાખી તેને અનુરૂપ મીડિયાનું ચયન થશે. આ ઉપરાંત મારે કયા ભૌગોલિક વિસ્તારમાં મારી બ્રાન્ડ પ્રમોટ કરવી છે તે પણ મહત્ત્વનું છે. મારૂં ડિસ્ટ્રિબ્યુશન જો સાઉથમાં મજબૂત હોય અને હું નોર્થમાં મારૂં એડ કેમ્પેઇન પ્લાન કરુ તો કેમ્પેઇન ફ્લોપ જશે. તેથી ઝૠ સાથે ટાર્ગેટ માર્કેટ પણ તેટલું જ મહત્ત્વનું છે.
૩. રીચ (છયફભવ) : મારે કેટલા લોકો અથવા કેટલા ઘરો સુધી પહોંચવું છે. બીજા શબ્દોમાં જે ઝૠ નક્કી કર્યો છે તેના સુધી પહોંચવુ જરૂરી છે. કેવી રીતે, કયા માધ્યમથી અને કેટલી વાર તે મેસેજથી માહિતગાર થશે તેનું પ્લાનિંગ જરૂરી છે.
૪. સમયગાળો (ઉીફિશિંજ્ઞક્ષ): કેટલા સમય સુધી મારે મારૂં કેમ્પેઇન ચલાવવું છે. જો મારૂં પ્રમોશનલ કેમ્પેઇન હોય અને પ્રમોશનની મર્યાદા ૩-૪ અઠવાડિયા હોય તો તે દરમ્યાન જ મારે મારૂં કેમ્પેઇન ચલાવવુ જોઈએ.
૫. બજેટ: સૌથી મહત્ત્વનું પરિબળ એટલે બજેટ. મારી ચાદર કેટલી મોટી છે તે પ્રમાણે પગ પસરાવવા. મીડિયા પ્લાન બે રીતે બની શકે; એક બધાં પરિબળોનો અભ્યાસ કરી મીડિયા બજેટ સૂચવે અથવા બ્રાન્ડનું બજેટ કેટલું છે તેની માહિતી મેળવી તે મુજબનું બજેટ સૂચવે. નાની બ્રાન્ડ માટે બીજી રીત વધારે અનુકૂળ હોય છે. ઉપર જણાવેલા મુદ્દાઓ મોટાભાગે મીડિયા પ્લાનિંગનું માળખું તૈયાર કરે છે. આ ઉપરાંત બીજી ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે જેમકે; ટાર્ગેટ યુનિવર્સ, રેટિંગ પોઈન્ટસ, ૠછઙ, ઝછઙ, ઈઙઙ, ઈઙઝ વગેરે. જ્યારે મીડિયા બજેટ ઘણું મોટું હોય ત્યારે વૈજ્ઞાનિક ધોરણે ઉપર જણાવેલા બધાં પરિબળોનો અભ્યાસ કરી એક વ્યુહરચના અને પ્લાન તૈયાર કરવામાં આવે છે જે બ્રાન્ડ પ્રમોશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
જેવી રીતે ઉપરનાં પરિબળો મીડિયાની વ્યુહરચના બનાવવામાં મદદરૂપ થાય છે, તેમ આજના બદલાતા સમયમાં મીડિયા પ્લાનિંગ માટે પડકારો પણ ઘણા છે. જેવાકે વધતા જતા મીડિયાના વિકલ્પોથી મોટાપાયે કોઈપણ એક જ મીડિયા દ્વારા ટાર્ગેટ ઓડિયેન્સ સુધી પહોંચવું મુશ્કેલ થઈ પડે છે. જેમ આગળ જોયું કે ટીવી અને મેગેઝિન પણ સ્પેશિયલાઈઝ્ડ હોય છે અને તેથી વિવિધ ઝૠ માટે આવાં વિવિધ માધ્યમોનો સાથ જરૂરી થઈ પડે છે. વૃત્તપત્ર કે મેગેઝિન વાંચનારો વર્ગ અને ટીવી, રેડિયો જોવા સાંભળવાવાળો વર્ગ છૂટોછવાયો છે તેથી હરેકને તેના ગમતા માધ્યમ અને કાર્યક્રમો દ્વારા ટાર્ગેટ કરવા પડે છે. એક સાથે ઘણા બધા મેસેજ ક્ધઝ્યુમર પોતાના મગજમાં પ્રોસેસ કરતો હોય છે ત્યારે મારા મેસેજનો સમય યોગ્ય હશે કે નહીં તે હંમેશાં વિચારનીય પ્રશ્ર્ન થઈ પડે છે. મીડિયાના ભાવ પણ ઘણા વધારે હોય છે, કારણ ઓછા સમયમાં અમુક જ એડ્સ મીડિયા ચલાવી શકે છે. આ ઉપરાંત જો મારે પ્રાઇમ ટાઇમ કે અમુક જ પેજ પોઝિશન જોતી હોય તો મીડિયાના ભાવ તે પ્રમાણે વધારે હોય જેને આપણે સાદી ભાષામાં પ્રીમિયમ પે કરવું કહીએ છીએ.
અત્યારસુધી ટ્રેડિશનલ મીડિયા (પ્રિન્ટ, ટીવી, રેડિયો, આઉટડોર હોરડિંગ્સ)નું જોર હતું અને તેમાં વિવિધ ચેનલો જોવા મળતી. આજે તેની ઉપરાંત બ્રાન્ડ માટે ડિજિટલ મીડિયા અને ઘઝઝ પ્લેટફોર્મ્સ પણ તેટલું જ ઉપયોગી છે અને તેનું પ્લાનિંગ પણ મીડિયાની વ્યૂહરચનામાં જરૂરી છે. આ માધ્યમ મારા ટાર્ગેટ ઓડિયેન્સ સુધી પહોંચવાનું કામ ઘણું આસાન કરે છે. ડિજિટલ મીડિયા આજે જે રીતે આગળ વધી રહ્યું છે અને જોઈતાં પરિણામો બ્રાન્ડને મળી રહ્યા છે તેથી બ્રાન્ડ પોતાના બજેટનો હિસ્સો આ મીડિયામાં વધારી રહ્યા છે.
એક સર્વે પ્રમાણે થોડા વખતથી યર-ઓન-યર ડિજિટલ મીડિયાને ટ્રેડિશનલ મીડિયા કરતાં મીડિયા સ્પેન્ડનો વધુ હિસ્સો મળી રહ્યો છે. આ સૂચવે છે કે ડિજિટલ માધ્યમ જડપથી વીકસી રહ્યું છે. કેટેગરીના હિસાબે ભારતમાં ઋખઈૠ બ્રાન્ડ સૌથી વધારે મીડિયામાં ઇનવેસ્ટ કરે છે. ડિજિટલ
ઉપરાંત મીડિયા સ્ટ્રેટજીમાં ઈછખ (ઈીતજ્ઞિંળયિ છયહફશિંજ્ઞક્ષતવશા ખફક્ષફલયળયક્ષિ)ં અને એક્ટિવેશન્સનો પણ સમાવેશ કરવામાં આવે છે. આજે એક્સ્પિરેન્શિયલના (ઊડ્ઢાયયિક્ષશિંફહ) જમાનામાં ક્ધઝ્યુમર બ્રાન્ડને જોવા, માણવા અને અનુભવવા માગે છે ત્યારે એક્ટિવેશન્સ અને ઈછખ, ઉખ (ડાઇરેક્ટ માર્કેટિંગ) પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સમયની સાથે માધ્યમો વધી રહ્યાં છે તે આપણે જોયું કે પ્રિન્ટ, ટીવી, રેડિયો, હોરડિંગ્સ, ઉખ, એક્ટિવેશન્સ, મોબાઇલ, ડિજિટલ, ઇન-ફિલ્મ, ઍંટરટેનમેંટ, બ્રાંડેડ કોંટેંટ, એક્સ્પિરેન્શિયલ વગેરે. આવા સમયે બ્રાન્ડ માટે મોટો પડકાર હોય છે સચોટ મીડિયા પ્લાનિંગ કારણ બ્રાન્ડ ખાસ્સું એવું ઈન્વેસ્ટમેન્ટ કરતી હોય છે પોતાના પ્રમોશન માટે અને જો થોડી પણ ભૂલ થઈ તો તેની સીધી અસર બ્રાન્ડ રેપ્યુટેશન અને સેલ્સ પર પડે છે. ટુંકમાં એમ કહી શકાય કે મીડિયાની વ્યુહરચના કે પ્લાનિંગ તે અમુક માધ્યમોના સહારે તમારો વેપાર પ્રમોટ કરવાની અને ધ્યેય હાંસિલ કરવા માટે ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જ્યારે આવી મોટી જવાબદારી મીડિયા પ્લાનિંગની હોય ત્યારે સ્વભાવિક રીતે એમ લાગે કે આના કરતાં તો પ્રસંગોપાત કપડા ખરીદવા આસાન છે.