ભારતમાં ચિપ્સનો ઉપયોગ નાસ્તા કે પછી ઈવનીંગ સ્નેક્સ તરીકે કરવામાં આવે છે. કોઈપણ પાર્ટી કે પિકનિક કે મૂવી ટાઇમ ચિપ્સ વગર અધૂરા જ માનવામાં આવે છે. એમાં પણ પેક્ડ ચિપ્સ ભારતમાં સૌથી વધુ વેચાતા ખાદ્ય ઉત્પાદનોમાંથી એક છે.
ઘરની બહાર નીકળતાની સાથે જ તમે જે તમે તમારી બાજુમાં આવેલી પહેલી દુકાન પર જશો એટલે તમને ચિપ્સના પેકેટના લાંબા લાંબા તોરણીયા લટકેલા જોવા મળી જ જાય… બાળકોથી લઈને વડીલો સુધી બધાને જ આ પેકડ ચિપ્સ ખાવાનું પસંદ છે. પણ ક્યારેય તમે વિચાર્યું છે ખરું કે તમે 10-20 રૂપિયામાં જે પેકેટ ખરીદો છો એ પેકેટ દુકાનદારને કેટલામાં પડે છે? નથી વિચાર્યું ને ક્યારેય એવું? આજે અમે તમને એ વિશે જ અહીંયા જણાવવા જઈ રહ્યા છીએ…
બજારમાં રૂ. 5, રૂ.10 અને રૂ.20 થી લઈને મોટા ફેમિલી પેકેટમાં ચિપ્સ ઉપલબ્ધ છે. તમે દુકાન પર જાઓ અને 5, 10 કે 20 રૂપિયા આપીને ચિપ્સનું પેકેટ ખરીદો છો, એ દુકાનદારને કેટલામાં પડે છે અને દુકાનદાર એના પર કેટલો નફો કમાવે છે એ વિશે આપણે માહિતી મેળવીશું.
આ બાબતે વાત કરતાં મુંબઈના એક દુકાનદારે જણાવ્યું હતું કે જો આપણે 20 રૂપિયાની કિંમતના ચિપ્સના પેકની વાત કરીએ તો દુકાનદારને તેની કિંમત લગભગ 18 રૂપિયા છે. જો આપણે 10 રૂપિયાના પેકેટવાળી ચિપ્સની વાત કરીએ તો આ પેકેટ દુકારનકારને લગભગ 9 રૂપિયા છે. હવે જો આપણે ચિપ્સના સૌથી વધુ વેચાતા પેકની વાત કરીએ તો એ છે પાંચ રૂપિયાનું ચિપ્સનું પેકેટ. આ રૂ. 5વાળું ચિપ્સનું પેકેટ તો તેની કિંમત લગભગ રૂ. 4.50 થાય છે.
કિંમતો જોઈએ તો સાવ સીધો અર્થ એવો થાય છે કે દુકાનદાર એક ચિપ્સના પેક પાછળ લગભગ 10%નો નફો થાય છે. એટલે કે, દુકાનદાર 5 રૂપિયાના પેકેટ પર 50 પૈસા, 10 રૂપિયાના પેકેટ પર 1 રૂપિયા અને 20 રૂપિયાના પેકેટ પર 2 રૂપિયા બચાવે છે. જો કે, કેટલીક સ્થાનિક કંપનીની ચિપ્સ પણ આવે છે, જેમાં દુકાનદારને 10 થી 15 ટકા જેટલો નફો થાય છે.
many shopkeeprs are checting the customers as they keep stock of unbranded items with branded MRP on it and thus they are looting the customers