ચીન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ શરૂ થયો છે. બંને દેશો સતત એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. તાજેતરનો મુદ્દો ભારત સાથેના સંબંધોનો છે, જેના વિશે ચીને અમેરિકાને ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમેરિકન અધિકારીઓએ ભારત સાથેના તેના સંબંધોમાં દખલ ન કરવી જોઈએ. પેન્ટાગોને કોંગ્રેસને મોકલેલા તેના રિપોર્ટમાં પણ આ અંગે ચર્ચા કરી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સેના ભારતને અમેરિકાની નજીક જવાથી રોકવા માંગે છે અને આ માટે તે બોર્ડર (LAC) પર તણાવ ઘટાડવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે, પરંતુ આ દરમિયાન તેને અમેરિકાની દખલગીરી પસંદ નથી આવી રહી.
પેન્ટાગોનના રિપોર્ટમાં અમેરિકાએ ચીન પર આરોપ લગાવ્યો છે કે 2021 દરમિયાન, ચીની સેના (PLA) એ ગેરકાયદેસર રીતે સરહદ પર દળોની તૈનાતી જાળવી રાખી હતી અને LAC પર માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ વાટાઘાટોમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે, કારણ કે બંને પક્ષોએ સરહદ પર કથિત લાભ ગુમાવવાનો વિરોધ કર્યો છે. મે 2020ની શરૂઆતમાં, ચાઇનીઝ અને ભારતીય સૈનિકોએ LAC સાથેના કેટલાક સ્થળોએ કાંટાળા તારથી લપેટેલા પથ્થરો, દંડૂકાઓ સાથે અથડામણ કરી હતી. ત્યાર બાદ બંને દેશે બીજાના દળોને પાછી ખેંચી લેવાનો અને સ્ટેન્ડઓફ પહેલાની સ્થિતિ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચીન કે ભારત બંનેમાંથી કોઇ શરતો સાથે સંમત થયા નહીં.
અમેરિકાના આરોપો બાદ ચીન ગુસ્સે થયું હતું અને PRC (પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના)ના અધિકારીઓએ અમેરિકી અધિકારીઓને ભારત સાથેના સંબંધોમાં દખલ ન કરવા ચેતવણી આપી છે.